બનાસકાંઠામાં વટ સાવિત્રીના વ્રતના દિવસે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ : 300 જેટલી મહિલા આપી રહયી છે કોરોનને આમંત્રણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-25 10:58:22
  • Views : 298
  • Modified Date : 2021-06-25 10:58:22

     સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી ની બીજી લહેર ભયાનક સાબિત થઇ હતી લોકોએ અગાઉ કરેલી ભીડ એકત્રિત ના કારણે કોરોનાવાયરસ ની બીજી લહેર માં અનેક લોકો સંક્રમિત થયા હતા કોરોનાવાયરસ ની બીજી લહેર માં વધતા જતા સંક્રમણના કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. ત્યારે હજુ તો માંડ માંડ કોરોનાવાયરસ ની બીજી લહેર કાબૂમાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો જાણે કોરોનાવાયરસ ની પરિસ્થિતિ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે અગાઉ પણ અનેક જગ્યાએ લગ્ન પ્રસંગે લોકોએ કરેલી ભીડ અને હવે વ્રતો શરૂ થતાની સાથે છે મહિલાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે ત્યારે ખરેખર જો લોકો ત્યાં નહીં રાખે તો આગામી સમયમાં ફરી એકવાર ત્રીજી લહેરમાં અનેક લોકો કોરોના મહામારીમાં સંક્રમિત થઈ શકે તેમ છે.

     છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાના લોકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને અવારનવાર સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા અને માસ્ક વગર ટોળેટોળા થઈ જતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે બનાસકાંઠાના ડીસામાં આવેલ ત્રણ હનુમાન મંદિર ખાતે પણ વટ સાવિત્રી વ્રત ની ઉજવણી નિમિત્તે મહિલાઓ ના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.  આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ત્રણ હનુમાન મંદિર ના છે જ્યાં અઢીસોથી ત્રણસો જેટલી મહિલાઓ નું ટોળું વ્રતની ઉજવણી કરી રહ્યું છે એક પણ મહિલા ના ચહેરા પર નથી તો માસ્ક કે નથી સોશિયલ ડિસ્ટન્સ અને ગીચોગીચ ટોળું થઈ આ મહિલાઓ વ્રતની ઉજવણી કરી રહી છે.
     
   આ
દ્રશ્ય જોતા જાણે કોરોના નામની કોઈ બીમારી છે જ નહીં તેવી રીતે ઉજવણી કરાઈ રહી છે પરંતુ આવા દ્રશ્યો ગંભીર સાબિત થઇ શકે છે એક તરફ સરકાર કોરોના મહામારી ની ત્રીજી લહેર ને અટકાવવા માટે દિનરાત પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ આવા બેપરવા લોકો  જાણે આમંત્રણ આપી રહ્યા છે, હવે આ મામલે મંદિરના પૂજારી નટુભાઈ મહારાજે પણ સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા મામલે મહિલાઓ જ જવાબદાર ઠેરવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News