બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછતથી ઘાસચારાની અછત સર્જાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:44:51
  • Views : 468
  • Modified Date : 2021-08-19 12:44:51

     આમ તો દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન ચોમાસાની શરૂઆત થતાની સાથે જ થઈ જતું હોય છે દર વર્ષે સારા વરસાદથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો માં સૌથી વધુ ખુશી જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં પણ હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેવો વરસાદ થયો નથી જેના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં દિવસેને દિવસે ચિંતા વધી રહી છે ઉપરવાસમાં પણ નહિવત વરસાદ ના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીના તળ ઊંડાઈ રહ્યા છે આ વર્ષે હજુ સુધી ત્રણેય જળાશયોમાં પાણીની આવક થઇ નથી જેના કારણે ખેડૂતોને અને ડેમ આધારીત પાણી પીતા લોકોમાં જળસંકટની ચિંતા જોવા મળી રહી છે અત્યારે હાલ તો ખેડૂતો અને લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થાય.

બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધી ને અડીને આવેલો જિલ્લો છે વળી અહીં દર વર્ષે રણ પણ આગળ વધતું હોવાના કારણે ખેતીલાયક જમીન ઘટી રહી છે,  બીજી તરફઆ જિલ્લામાં  પાણી પણ મોટી સમસ્યા હોવાનાં કારણે ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો ની હાલત દિવસે દિવસે કફોડી બનતી જાય છે એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર ના કારણે ઋતુચક્રમાં ફેરફાર થઈ રહ્યો છે અને તેની સીધી અસર ખેતી પર પણ પડી રહી છે ત્યારે બનાસકાંઠા જીલ્લાની અંદર સૌથી મોટો વ્યવસાય ખેતી અને પશુપાલન નો છે પણ દિવસે ને દિવસે પાણીની અછત અને ખેતીલાયક જમીન ઘટના પશુઓના ઘાસચારા માટે ની સમસ્યાના પણ વધી રહી છે. તો બીજી તરફ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતા હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોઈએ તેવું આગમન થઇ નથી જેના કારણે ખેતરોમાં સતત ઘાસની સર્જાઇ રહી છે. દર વર્ષે સારા વરસાદના કારણે પશુપાલકોને સહેલાઈથી ઘાસચારો મળી રહેતો હતો પરંતુ આ વર્ષે વરસાદનો સમય લંબાતા સૌથી મોટી અસર પશુ પાલન કરતા પશુપાલકો પર જોવા મળી રહી છે.

 

બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો હતો પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર ખેતીમાં થતાં નુકસાનના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન તરફ પડ્યા હતા અને બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરી ની સ્થાપના થતાની સાથે જ દિવસે ને દિવસે જિલ્લાના ખેડૂતો પશુપાલન તરફ જઈ રહ્યા છે દર વર્ષે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ અને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી છોડી પોતાના ખેતરમાં જ મોટો તબેલો બનાવી પશુપાલન વ્યવસાય તરફ જોવા મળી રહ્યા છે પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન ન થતા પશુપાલકો પણ ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં વરસાદ ન થતા ઘાસચારાની અછત જોવા મળી રહી છે. સતત ઘાસચારાની અછતને કારણે બહારથી આવતું ઘાસચારો પણ મોંઘો મળી રહ્યો છે જેના કારણે પશુપાલકોને હાલ સૌથી મોટી ઘાસચારાની અછત વર્તાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદનું આગમન ન થતા હાલમાં જિલ્લામાં પાણી અને ઘાસચારાની અછત જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતો અને પશુપાલકોએ આજે ડીસા માર્કેટયાર્ડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની નહેર મારફતે ત્રણેય જળાશયોમાં પાણી આપવામાં આવે જેથી દિવસેને દિવસે જે પાણીના તળ એક હજાર ફૂટથી પણ નીચે જઈ રહ્યા છે તે ઉપર આવી શકે બીજી તરફ જળાશયમાં પાણી નાખી બનાસ નદી વહેતી કરવામાં આવે જેથી બનાસ નદી આધારિત અનેક ગામોના ખેડૂતોને ફાયદો થઇ શકે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં પાણી વગર ઘાસચારાની મોટી અછત સર્જાઇ રહી છે ત્યારે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ને તાત્કાલિક ધોરણે ઘાસચારો પૂરો પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

 

 

Download Our B K News Today App



Related News