વલસાડના કાકડમટી ગામે સ્મશાનનો અભાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-09 15:02:14
  • Views : 119
  • Modified Date : 2023-07-09 15:02:14

વલસાડમાં કાકડમટી ગામે સ્મશાનના અભાવે મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે હાલાકીનો સામનો કરવો પડે છે. વલસાડના કાકડમટીમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે બીજા ગામે લઈ જવામાં આવે છે. ગામમાં સ્મશાન ન હોવાથી ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે. દર ચોમાસામાં ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળે છે. કેટલીકવાર કમરસમા પાણીમાંથી પણ નદી પાર કરવાનો વારો આવે છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 224 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે જામનગરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. તો તાલાલા, વીજાપુરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. વેરાવળ, માંડવી, હારીજમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News