આ આયુર્વેદિક તેલની માલિશ કરવાથી વાળ બમણી ઝડપે થશે લાંબા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 16:19:42
  • Views : 614
  • Modified Date : 2020-01-02 16:19:42

આ આયુર્વેદિક તેલની માલિશ કરવાથી વાળ બમણી ઝડપે થશે લાંબા

વાળની યોગ્ય રીતે સાચવણી ન કરવાને કારણે હંમેશા વાળ શુષ્ક,મૃત અને ખરવા લાગે છે.એવામાં વાળને યોગ્ય પોષણ આપવું ખૂબ જરૂરી છે. પ્રોટીન યુક્ત ખાણીપીણી દ્વારા અંદર પોષણ 

આપવાની સાથે સાથે વાળને બહારથી પણ જરૂરી છે. જેથી માથામાં મસાજ કરવું ખુબ જરૂરી છે. તેલ વાળની જડમૂળમાં જઇને મજબૂતી પ્રદાન કરે છે. જેથી વાળ લાંબા અને ભરાવદાર થાય છે.

સરસોનું તેલ

સરસોના તેલમાં જીવાણુરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે. તો તમે સ્કેલ્પ પર સરસોના તેલથી મસાજ કરી શકો છો. જેથી સ્કેલ્પ સાફ રહેશે અને નરમ વાળથી રાહત મળી શકે છે. જેથી સરસોનું તેલ, નારિયેળ તેલ અને ઓલિવ ઓઇલને એક સાથે મિક્સ કરી ગરમ કરો અને તે બાદ તમે સ્કેલ્પમાં તેલ લગાવી શકો છો. જેથી સ્કેલપ્ને ગરમી પણ મળી જશે, તે બાદ શેમ્પુની મદદથી તમારા વાળને બરાબર ધોઇ લો.

જૈતુનનું તેલ

ઓલિવ ઓઇલનો પ્રયોગ ધણી રીતે કરવામાં આવે છે. વાળ માટે તે એક યોગ્ય વિકલ્પ છે. તે વાળને જડમૂળથી મજબૂત બનાવીને સ્વસ્થ રાખે છે. જૈતુનનું તેલ એક સારું કંડિશનર પણ છે. જેથી વાળ ઝડપથી વધે છે અને ખરતાં વાળને રોકી શકાય છે. ઓલિવને એક કલાકમાં વાળમાં લગાવી માલિશ કરો. થોડાક દિવસ આ રીતે જૈતુનના તેલથી માલિશ કરવાથી વાળની દરેક સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

નારિયેલ તેલ

વાળમાં તેલ મસાજ વાળને લાંબા કરવા માટે બેસ્ટ કુદરતી ઉપાય છે. મસાજ કરતા પહેલા તેલને નવશેકુ ગરમ કર્યા બાદ વાળમાં મસાજ કરો. મસાજ કરવાથી માથામાં રક્ત સંચારમાં સુધારો આવ છે, જેથી વાળને પોષણ મળે છે. જેની સાથે જ વાળ મજબૂત અને ભરાવદાર થાય છે. જેના માટે નારિયેળ કેવનો ઉપયોગ કરી શકાય છે. સ્નાન કરતા પહેલા નવશેકા પાણીથી માથામાં તેલની માલિશ કરો. અડધો કલાક આ રીતે તેલ લગાવ્યા બાદ તેને બરાબર ધોઇ લો. અઠવાડિયામાં એક વાર ઓઇલ મસાજ કરવું જરૂરી છે. નારિયેલનું તેલ વાળ માટે ખૂબ લાભદાયી છે.

બદામનું તેલ

વાળમાંથી ખોડો અને શુષ્કતા દૂર કરવા માટે બદામના તેલથી માલિશ કરવી જોઇએ. તે સિવાય બદામના તેલથી માલિશ કરવાથી બરછટ વાળની સમસ્યાથી છૂટકારો મળે છે. બદામના તેલથી વાળ કાળા, લાંબા અને ચમકદાર બને છે. બદામનું તેલ એક કંડીશનરના રૂપમાં કામ કરે છે.

તલનું તેલ

તલના તેલમાં પૂરતા પ્રમાણમાં વિટામીન ઇ,બી કોમ્પ્લેક્ષ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ અને પ્રોટીન રહેલા છે. તલનું તેલ વાળથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છે. જે વાળને અંદરની પોષણ આપીને તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમજ માથામાં ખોડાની સમસ્યા સહિત જુઓ દૂર કરવા માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. 


Download Our B K News Today App



Related News