એલ.સી.બી. સાબરકાંઠાએ ૧૩ જુગારીયાઓને ઝડપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-06 06:58:33
  • Views : 492
  • Modified Date : 2019-04-06 06:58:33

ઇડર શહેર વિસ્તારમાંથી ગંજીપાનાનો તીનપત્તીનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી તથા જુગારના સાહિત્ય તેમજ રોકડ રકમ રૂપિયા ૩૭૯૦૦/- તથા મોબાઇલ નંગ-૮ ની કિં .રૂ.૨૩૦૦૦/- તથા વાહન -૪ કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-  મળી કુલ રૂપિયા. ૩,૬૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ૧૩ આરોપીઓને  એલ.સી.બી. સાબરકાંઠાએ ઝડપી પાડયા હતા.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોય. જેથી પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા નાઓએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક નાઓને સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબિશન તેમજ જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ થાય તે માટે કડક અમલવારી કરવા સૂચના આપેલ જે સૂચના અન્વયે એલ.સી.બી. શાખાના પો.ઇન્સ. વી.આર. ચાવડા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ બી.યુ.મુરીમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમી હકીકત મેળવી જુગાર તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ અંગે અસરકારક કામગીરી કરવા નેટવર્ક ગોઠવેલ જે આધારે બાતમી રાહથી હકીકત મળેલ કે ઇડર મધુવન સોસાયટી આનંદનગરમાં રહેતા કૃણાલ પ્રદિપભાઇ રાવલનાઓ બહારથી પોતાના રહેણાંક ઘરમાં કેટલાંક માણસોને બોલાવી નાળ કાઢી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.”  જે હકીકત આધારે એલ.સી.બી.ના પો.સ.ઇ.  બી.યુ.મુરીમા તથા  એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) કૃણાલ પ્રદિપભાઇ રાવલ રહે. ઇડર૧૭/મધુવન સોસાયટી આનંદ નગર વિસ્તાર, ઇડર તા.ઇડર (૨) વિપુલકુમાર અનિલકુમાર શાહ રહે. ૩૯/આવકાર સોસાયટી , આનંદનગર, ઇડર  (૩) હેમંતકુમાર બાબુભાઇ પરમાર રહે. ભાંભીવાસ નં.ર ઇડર તા.ઇડર (૪) પિન્કલભાઇ બાબુભાઇ શાહ રહે. જુની કન્યા શાળા વિદ્યાલય,ઇડર તા.ઇડર (૫) બચુભાઇ સાગરભાઇ ઠાકોર રહે. રેલ્વે ફાટક પાસે ,બાલવા તા. જિ. ગાંધીનગર (૬) નવઘણભાઇ બીજલભાઇ ઠાકોર રહે. ફાટક પાસે, બાલવા તા.જિ.ગાંધીનગર (૭) ભીખાજી ગાંડાજી ઠાકોર રહે.બસ સ્ટેન્ડ પાસે,  વેડા તા.માણસા જિલ્લો ગાંધીનગર (૮) રમેશભાઇ બીજલભાઇ ઠાકોર રહે. ફાટક પાસે , બાલવા તા.જિ. ગાંધીનગર (૯) પ્રવિણભાઇ કાંતીભાઇ રાવળ રહે. ૧૦૮/શીવમ સોસાયટી ,ઇડર તા. ઇડર (૧૦) હરેશકુમાર રતીલાલ નાયક રહે. રેલવે સ્ટેશન , માર્કેડયાર્ડની પાછળ , ઇડર તા.ઇડર (૧૧) રહીશભાઇ દિલાવરભાઇ મેમણ રહે. ઇડર,  ટાવર પાસે , કસ્બા વિસ્તાર તા.ઇડર (૧૨)  વિશાલકુમાર હસમુખભાઇ નાયી રહે.ગાયત્રીનગર,ઇડર (૧૩)  રણવીરસિંહ પ્રવિણસિંહ સોલંકી રહે.શ્રીનગર રોડ નં. ૧૧,ઇડર તા.ઇડર નાઓ જુગાર રમી રમાડતા મળી આવતાં દાવ ઉપરથી તથા અંગઝડતીમાંથી મળેલ કુલ રોકડ રકમ રૂપિયા ૩૭૯૦૦/- તથા મોબાઇલ નંગ-૮ ની કિં .રૂ.૨૩૦૦૦/- તથા વાહન -૪ કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-  મળી કુલ રૂપિયા. ૩,૬૦,૯૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં જે સબબ ઇડર પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૦૫૭૮/૧૯ જુગાર ધારા કલમ ૪-૫ મુજબ ધોરણસર ફરિયાદ આપેલ છે. 


Download Our B K News Today App



Related News