કુડાસણની સોસાયટીનો ખાર કૂવો બન્યો મોતનો કૂવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 12:21:56
  • Views : 673
  • Modified Date : 2020-08-10 12:21:56

ગાંધીનગરમાં આ સિઝનના સૌથી સારા અને વધારે પડેલા વરસાદે મહાનગરપાલિકા, ગુંડા કહો કે સરકારની પોલ ખોલી નાખી છે. ત્યારે ન્યૂ ગાંધીનગરમાં
પણ લખલૂંટ રૂપિયા લઈ બંગલો કે ફ્લેટ ફટકારી દીધા પછી કોઈજ સુવિધા નહી
આપવા સાથે સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે ગાંધીનગર નજીક આવેલી એક સોસાયટીનો ખાર કૂવો મોતનો કૂવો બન્યો છે. કુડાસણની એન્કલેવ સોસાયટીમાં યોગ્ય
પુરાણના અભાવે પડેલા ભૂવાના કારણે મોટી જાનહાની થવાનો ભય સર્જાયો છે. ત્યારે આ માટે જવાબદાર બિલ્ડર, કોન્ટ્રાક્ટર કે તંત્ર સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં આ વખતે સામાન્ય વરસાદે પણ સરકારી તંત્ર અને બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટરોની માત્ર મિલીભગત કરી રૂપિયા લૂંટી લેવાની પોલ ખોલી નાખી છે. ન્યૂ ગાંધીનગરમાં પડેલા વરસાદના પાણીમાં ધોવાણના લીધે ઓમ એન્કલેવ સોસાયટી, કુડાસણ ખાતે મોટો ભુવો પડી ગયો છે. લોકોનું કહેવું છે કે, અહીંયા સોસાયટીનો ખાર કૂવો બનાવેલો હતો. પરંતુ જે તે વખતે તેનું સરખું પુરાણ કરવામાં આવ્યું નહોતું. જેના લીધે વરસાદી પાણીમાં ધોવાણ થવાથી ઘરઆંગણે જ મોટો ભૂવો પડતા જાનહાની થવાનો ભય સર્જાયો છે. આ સ્થિતિમાં સોસાયટીમાં રહેતા રહીશો અને દુકાનના
વેપારીઓ ઉપરાંત મુલાકાતીઓના જીવ તાળવે ચોંટ્યા છે. આ ભૂવો પૂરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવાની માંગ કરતા લોકોમાં રોષ વ્યક્ત થઈ રહયો છે કે, આનો ગુનેગાર કોણ બિલ્ડર, કોન્ટ્રાકટર કે તંત્ર..?? આ બાબતે જવાબદાર બિલ્ડર, કોન્ટ્રાક્ટર કે તંત્ર સામે કાર્યવાહી કરવા પણ માંગણી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News