કુંવારસી ગામમા લૂંટનો ભેદ ઉકેલતી હડાદ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-04 13:28:49
  • Views : 470
  • Modified Date : 2019-07-04 13:28:49

ગુજરાતના છેવાડાના ગામમાં રૂપિયા લઇ જતા લોકો ઉપર લૂંટના ઇરાદે હુમલો કરી રૂપિયા લૂંટતી ગેંગ સક્રિય થઇ છે અને આવા માથભારે તત્વોને જાણે કાયદાનો  ડર જ ના હોય તેમ આવા તત્વો હાલમાં ગુજરાતમા માથું ઊંચકી રહ્યા છે. ત્યારે પોલીસ પણ પોતાની કામગીરી કરી આવા તત્વોને પકડી જેલ હવાલે કરતા હોય છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના હડાદ પોલીસની હદમાં આવેલા કુંવારસી ગામની હદમા આવો એક લુંટનો બનાવ બન્યો હતો અને પોલીસ દ્વારા ૧૨ કલાકની અંદર વિવિધ ટીમો બનાવી આ કેસના આરોપીઓ પકડી પાડેલ છે. કુંવારસી દુધ ઉત્પાદક મંડળીના મંત્રી શૈલેષભાઇ નારણભાઇ પરમાર પારઘી રહે. કુંવારસી વાળાની યુક્તિ પ્રયુક્તિથી સધન  તપાસ કરતા આ ભોગ બનનાર યુવક ભાંગી પડ્‌યો હતો અને તેને પોલીસ પૂછપરછમાં  જણાવેલ કે મારે આઠ લાખનું દેવું થઇ જતા મેં મારા સાળા નાથાભાઈ  પુનાભાઈ ખોખરીયા તથા રમેશભાઈ પુનાભાઈ ખોખરીયા બંને રહે. કુંવારસી તથા અન્ય બે લોકોએ સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્‌યો હતો. જે પ્લાન પ્રમાણે છગનભાઇ અને શૈલેષભાઇ કુંવારસી દૂધ ઉત્પાદક મંડળીના બેન્ક ખાતા માથી રૂપિયા ૧૦ લાખ ડેરીના ખાતામાંથી ઉપાડી કુંવારસી તરફ જતા હતા. તે વખતે ત્રણ વાગ્યાની આસપાસ ઘાટામાં નાથાભાઈ, રમેશભાઈ અને કાંતિભાઈ બુકાનીધારી બનીને આવેલા અને આ લોકોએ  છરીના ઘા મારી તથા બાઈક પકડી રૂપિયાનો થેલો લઇ ભાગી ગયા હતા. પોલીસ તપાસ  દરમિયાન આરોપીઓ પાસે થી ૧૦ લાખ પોલીસે રકમ પરત મેળવેલ છે અને આ આરોપીઓ સામે પોલીસે કાયદેસર તપાસ  કરી જેલ હવાલે કરેલ છે. હડાદ પોલીસ એ બનાસકાંઠા પોલીસ વડા તથા ડીવાયએસપીનું માર્ગદર્શન મેળવી તેમજ એલસીબી, દાંતા  પીએસઆઇ અને હડાદ પીએસઆઇ એમ.બી. જાડેજા સાથે વિવિધ કોન્સ્ટેબલો એ ૧૫/૨૦૧૯ ઈપીકો  કલમ ૩૯૪,૧૧૪ તેમજ જીપીએકટ  ૧૩૫ મુજબનો ગુન્હો નોંધ્યો છે. આમ હડાદ પોલીસને મોટી સફળતા મળેલ છે.




Download Our B K News Today App



Related News