કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં 28 ઓક્ટોબરથી રણોત્સવના શ્રીગણેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 14:45:47
  • Views : 361
  • Modified Date : 2019-09-19 14:45:47

સુંદરતાને લઈને વિશ્વ વિખ્યાત બનેલા કચ્છના સફેદ રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે.બુધવારે કલેકટરની અધ્યક્ષતામાં રણોત્સવની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ હતી,અને પ્રવાસીઓ માટે ઉત્તમ સુવિધાઓ આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.રણોત્સવની તૈયારીના પગલે કલેકટર એમ.નાગરાજનએ જણાવ્યું કે, ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકોને આવકારવાની તૈયારી થઇ ગઈ છે. સુચારુ આયોજન માટે સૌ અધિકારીઓ અને એજન્સીઓને બોલાવી રીવ્યુ કરવાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખો પ્રવાસીઓ રણોત્સવનો આનંદ માણવા આવે છે, ત્યારે આ વર્ષે સારા વરસાદના પગલે આ સંખ્યામાં જોરદાર ધસારો વધશે તેવું દેખાઈ રહ્યું છે.દરબારી ટેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ રણોત્સવમાં પ્રીમિયમ એ.સી ટેન્ટથી લઈને દરબારી ટેન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરાય છે. અહીંનું ભોજન પણ નામાંકિત હોટલ દ્વારા અપાય છે. સફેદ રણ વચ્ચે રંગબેરંગી ટેન્ટ, એડવેન્ચર એક્ટિવિટી જેમાં પેરાગ્લાઇડિંગ, એટીવી સ્કૂટર, ક્લચરલ ઇવેન્ટ અને મ્યુઝિકલ ફેસ્ટિવલ પણ યોજાય છે. કચ્છની હસ્તકળાથી લઈને ભારતના વિવિધ પ્રવાસન સ્થળોના મ્યુરલ અને એક્ઝિબિશન અહીને વધુ આકર્ષક બનાવે છે. જેને જોવા દેશભરમાંથી લોકો ઉમટી પડે છે.સ્થાનિકોની રોજગારી વધશે. કચ્છના સફેદ રણમાં રણોત્સવ આયોજન કરતી લલ્લુજી એન્ડ સન્સ કંપનીના મેનેજર અમિતભાઈ ગુપ્તાએ જણાવ્યું કે,આ વર્ષે આકર્ષક 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવશે.આ વર્ષે પણ રણની કહાની નામની આકર્ષક થીમ સાથે રણોત્સવની ધમાકેદાર શરૂઆત 28 ઓક્ટોબરથી થઇ જશે.જે ઉત્સવ 23 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગત વર્ષે 25000-30000 પ્રવાસીઓ ટેન્ટસિટીમાં રોકાઈને અહીંની અદભૂત મહેમાનગતિની મજા માણી હતી, આ વર્ષે બુકિંગમાં રીતસરનો ધસારો વધ્યો છે.તેમણે એ ઉમેર્યું કે,વરસાદ સારો થતા અને રણમાં પાણી ભરાતા રણની સપાટી વધુ કડક બનશે જે પ્રવાસીઓ માટે આનંદની વાત છે. જો કે, છેલ્લા ચાર મહિનાથી બુકીંગમાં પણ લોકોનો ઉત્સાહ વધ્યો છે.

Download Our B K News Today App



Related News