કચ્છ: ખેતરમાં કામ કરતા સમયે ત્રાટક્યું આકાશી મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 19:27:58
  • Views : 104
  • Modified Date : 2023-06-27 19:27:58

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી જોરદાર વરસાદી માહોલ જામ્યો છે.  ત્યારે કચ્છમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર પારી ખેલી છે.  કચ્છ, માંડવી તેમજ અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. માંડવી - ગઢસીસાના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. તો બીજી તરફ અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે 2 લોકોને ઈજા પહોંચી છે.કચ્છના અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે 2 લોકોને ઈજા પણ પહોંચી છે. ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતો પર વીજળી પડી હતી. અબડાસાના સુડધ્રો મોટી ગામે ખેતરમાં વીજળી પડતા એકનો મોત થયો છે જ્યારે ઈજાગ્રસ્તો સારવાર અર્થે નલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છેકચ્છમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. નલિયામાં ધોધમાર વરસાદથી બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ વેપારીઓ સહિત રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. માંડવીમાં ધોધમાર વરસાદ બાદ ચેક ડેમ ઓવર ફલો થયો છે.  ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ચેક ડેમમાં પાણીની આવક વધતા ડેમ ઓવરફલો થયો છે.  માંડવીના ગુંદિયાલી શેખાઈબાગનો ચેક ડેમ ઓવર ફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.કચ્છના અબડાસામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. મોથાળા-કોઠારા વાડી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.  કચ્છના માંડવી-ગઢસીસાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીથી શેરડી ગામ પાસેનો કોઝવે તૂટતો માર્ગ બંધ કરાયો છે. ભારે વરસાદના કારણે નદીના પાણી કોઝ વે પર ફરી વળ્યા હતાં. માર્ગ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

 

Download Our B K News Today App



Related News