ડીસામાં તેરમીનાળા વિસ્તારમાં એક બાળકી સહિત કુલ ત્રણ લોકોને હડકાયુ કુતરુ કરડતા ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 11:12:02
  • Views : 909
  • Modified Date : 2019-07-15 11:12:02

ડીસાના તેરમીનાળા  તેમજ  વિસ્તારમાં હરસોલિયા વાસ વિસ્તારમાં હડકાયા કુતરાએ આતંક મચાવ્યો છે. રવિવારે કુલ ૩ લોકોને હડકાયુ કુતરુ કરડતા આ વિસ્તારમાં ફફડાટ રહેતો હતો. બે વર્ષિય સોનલ વિશ્નોઈ નામની બાળકી ઘર આગળ રમી રહી હતી ત્યારે કૂતરું કરડયું હતું. ઉપરાંત ગીતાબેન ખત્રી ઘર આગળ વાસણ ઘસી ગયા હતા. દરમિયાન કૂતરો કરડી ગયું હતું. જોકે આ તમામ લોકો ડીસા સિવિલમાં સારવાર માટે આવ્યા હતા. પરંતુ સિવિલમાં કૂતરું કરડવાનું ઇન્જેક્શન ન હોવાના કારણે આ તમામ લોકો પરેશાન થયા હતા બાળકીના પરિવારે જણાવ્યું હતું કે અમે છેલ્લાં દોઢ કલાકથી રખડી રહ્યા છીએ.
પરંતુ અમને જેવી જોઈએ તેવી ટ્રીટમેન્ટ મળી નથી.

Download Our B K News Today App



Related News