પંદર દિવસ અગાઉ થરાદ બાદ હવે ડીસા સાર ટાઉનશીપ-૨ના રહેણાંકમાંથી કુટણખાનું ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-03 11:22:52
  • Views : 9737
  • Modified Date : 2020-11-03 11:22:52

કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર કુટણખાનું ઝડપાયું છે. ૧૫ દિવસ અગાઉ થરાદમાંથી કુટણખાનું ઝડપાયાના બાદ રવિવારે સાંજે ડીસા શહેરની સાર ટાઉનશીપ ભાગ-૨ માંથી પણ પોલીસે કુટણખાનું ઝડપી
પાડયું છે. અને દેહવ્યાપારનો ધંધો કરતી એક મહિલા સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે.
ડીસાના નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાને માહિતી મળતાં જ તેમણે રવિવારે મોડી સાંજે ડીસાની સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-૨ માં તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે બે ડમી ગ્રાહક મોકલી  ડીકોય ગોઠવી હતી.  અને ડમી ગ્રાહકને રહેણાંક મકાનમાં ગ્રાહક તરીકે મોકલ્યો હતો. બાદમાં પોલીસે દરોડા પાડતા ઘરમાંથી બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપારનો ધંધો કરાવાતો હોવાનું માલુમ પડ્યું હતું. આ કુટણખાનામાંથી એક મહિલા અને ચાર પુરુષો રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેમાં પૂજા ટિકચંદ શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર પુરાભાઈ ચૌધરી, અલ્પેશ રૂઘનાથભાઈ દેલવાડિયા રંગેહાથ ઝડપાઇ ગયા છે. જ્યારે એક આરોપી મહેશ સોનારામ પુરોહિત નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે રહેણાંકમાંથી નિરોધ, એચ.આઈ.વી. કીટ અને મોબાઇલ સહિત ૨૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દેહ
વ્યાપારના ધંધા કરતા લોકોથી સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા હતા. જે અંગેની માહિતી બનાસકાંઠા જિલ્લા પોલીસને કરવામાં આવતા હાલ  જિલ્લામાં એક પછી એક તાલુકાઓમાં
પોલીસ દ્વારા દેહ વ્યાપારનો ધંધો કરતા સ્થળ પર સર્ચ ઓપરેશ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી જિલ્લાના થરાદ અને ડીસા શહેરમાં દેહ વ્યાપાર કરતી ગેંગ ઝડપાઈ છે. ત્યારે હજુ પણ અનેક તાલુકાઓમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધા પોલીસ દ્વારા બંધ કરવામાં આવે તો અનેક લોકોની જિંદગી બચી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News