થરાદમાં ચાલતુ કુટણખાતુ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-08 11:57:04
  • Views : 2593
  • Modified Date : 2019-12-08 11:57:04

થરાદ મેઈન બજારમાં નગરપાલિકા સામે કલટરની દુકાનમાં લક્ષ્મણભાઈ ઉર્ફ લસુ નામનો કુટણખાનું ચલાવતો હોઈ તેની જાણ થરાદના જાગૃત વ્યÂક્ત ભોજપુરીબાપજી અને મહિન્દ્રભાઈ ઓઝાને જાણ થતા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેના માટે થરાદના જાહેર સંગઠનો ભેગા કરીને થરાદ પ્રાંત અને પી.આઈ.ને લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ પંચવટી સોસાયટીમાં એક મહિલા દ્વારા પણ દેહવ્યપારનો કિસ્સો સામે આવતા થરાદમાં દેહ વિક્રયનો ધંધો અને તેને લગતા લોકોએ મહે મુકી છે. તેમજ ધંધો ચલાવનાર શરણાર્થ નાગરિક છે તેમજ તેમનું નાગરિકતત્વ કયાનું છે, તંત્ર જાગૃત થતા આ અટકાવી શકાય તેવુ છે. તેમજ મહિલા દ્વારા અશ્લીલ વીડિયો પણ વાયરલ કરવામાં આવે છે. આવી તંત્ર જાગૃત થાય અને પોલીસ પગલુ ભરે તો આ અટકાવી શકાય તેમ છે. તેમજ થરાદમાં શહેરમાં અન્ય જગ્યાઓએ સમાજીક રીતે ખરાબ સંસ્કારો પેદા થાય છે અને તેને અટકાવી શકાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું  છે. તેમજ આગમી દિવસોમાં પગલાં નહિ ભરાય તો ગાંધી ચિંધ્યા રાહે આદોલન પણ કરીશું. તેમજ થરાદ પ્રાંત, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, મહિલા આયોગને લેખીત જાણ કરવામાં આવ્યા છે. તેમજ આ આવેદનપત્ર આપવા માટે લાયન્સ કલબ પ્રમુખ વસીમખાન પઠાન, મહામંત્રી વસરામભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદ પ્રમુખ ઠાકરશીભાઈ પ્રજાપતિ, ભાજપ શહેર પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી, કોંગ્રેસ શહેર પ્રમુખ બચુશા બાનવા, મહિલા બાજપ પ્રમુખ કોકીલાબેન પ્રજાપતિ, કોંગ્રેસ મહિલા પ્રમુખ લક્ષ્મીબેન ઠાકોર, જલારામ યુવક મંડળ, માનવ સેવા સંગઠન, વિચરતિ વિમુક્ત સમુદાય મંચના થરાદ પ્રમુખ શારદાબેન ભાટી, તેમજ થરાદ શહેર તાલુકાના તમામ મીડિયા પત્રકારોએ હાજર રહી કુટણખાના વિરૂધ્ધ આવેદનપત્ર આપ્યું હતું.


Download Our B K News Today App



Related News