થરાદમાં ચાલતા કૂટણખાના ઉપર દરોડા ઃ ત્રણ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 11:04:58
  • Views : 574
  • Modified Date : 2020-10-12 11:04:58

થરાદ એ.એસ.પી. પૂજા યાદવે થરાદની પંચવટી સોસાયટીમાં ચાલતા કુટણખાના પર દરોડો કરી ત્રણ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.
થરાદમાં શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોહીના વેપારનો કાળો કારોબાર ચાલતો હતો અને યુવાધન બરબાદ થતું હતું. જેને અટકાવવાના મુદ્દે માંગ ઉઠવા
પામી હતી. આ મુદ્દે  તાજેતરમાં જ થરાદમાં આવેલા નવા એ.એસ.
પી. પૂજા યાદવ  થરાદ પી.આઈ. જે.બી. ચૌધરી તેમજ સેધાભાઈ, વસનાભાઈ અને ખેમીબેન સહિત પોલીસ સ્ટાફે  બાતમીના આધારે દરોડો પાડી તેમાં સંકળાયેલી મહિલાઓ અને યુવકને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને લઇને અસમાજીક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.
શનિવારે બાતમીના આધારે મદદનીશ એસ.પી. પૂજા યાદવે
પી.આઈ. જે.બી. ચૌધરી સહિત સ્ટાફે મોડી રાત્રે  સાથે રેડ કરી હતી અને મોબાઇલ પર ગ્રાહકોનો
સંપર્ક કરી ગ્રાહકોને બોલાવી ગ્રાહક દીઠ અમુક રકમ લઇ કુટણખાનું ચલાવતી મહિલા સહિત યુવક યુવતીઓની અટકાયત કરી હતી. તેમજ તેમની પાસેથી ૨૫,૫૦૦ ના મુદામાલ  સહિતની ચીજવસ્તુઓ કબજે લઇ ઘણા સમયથી ચાલતી અનૈતિક પ્રવૃતીનો પર્દાફાશ કરી તેમની સામે કાયદાની જોગવાઇઓ મુજબ વધુ તજવીજ હાથ ધરી હતી. અસમાજીક તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી. જેમાં એ.એસ.પી. પૂજા યાદવે પ્રેસ
કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે બાતમીના આધારે ડમી ગ્રાહક ઉભો કરીને થરાદની પંચવટી સોસાયટીમાં કુટણખાનું ચલાવતી મહિલા લક્ષ્મી ઉર્ફે લચકીના ઘરે
પોલીસ સ્ટાફ સાથે ઘરને ચારે તરફ ઘેરી  રેડ કરી હતી.  જેમાં રંગેહાથે  બે મહિલાઓ અને એક  પુરુષ ઝડપાયો  હતો અને આગળની કાર્યવાહી કરી હતી. તેમની સાથે
પુછપરછ ચાલુ છે અને  આગળની કાર્યવાહી  ચાલુ છે.

Download Our B K News Today App



Related News