કુપટ ગ્રામ પંચાયત દ્વારા વરસાદથી થયેલ તબાહીનું સમારકામ શરૂ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-23 12:42:15
  • Views : 245
  • Modified Date : 2022-08-23 12:42:15


ડીસા તાલુકાના કુંપટ ગામે પડેલ ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા જેના કારણે ખેડૂતોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું ત્યારે આજે ડીસા તાલુકાના કુપટ ગ્રામ પંચાયત દ્વારા તમામ રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.


ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે તબાહી સર્જાઇ હતી સતત વરસી રહેલા વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારમાં પરિસ્થિતિ બે કાબુ બની હતી જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ડીસા તાલુકાના કુંપટ ગામે પણ ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો ખેડૂતો અને વિદ્યાર્થીઓને રસ્તા પરથી પસાર થવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડતો હતો સતત કુંપટ ગામના અનેક રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને બહાર નીકળવું પણ ભારે મુશ્કેલી બની ગયું હતું ત્યારે આ બાબતે કુંપટ ગામના સરપંચ દ્વારા તાત્કાલિક ગામનું સર્વે કરી જે પણ વિસ્તારમાં વરસાદના કારણે નુકસાન થયું છે તે તમામ જગ્યાઓ પર પંચાયત દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે ગામમાં પડેલ મકાનો નું પણ પંચાયત દ્વારા સર્વે કરવામાં આવ્યું છે તો આ તરફ કુંપટ ગામે નદીના કિનારે આવેલું હોવાના કારણે સૌથી વધુ વહેણ આ ગામમાંથી પસાર થાય છે જેના કારણે આ વર્ષે પડેલ ભારે વરસાદના પગલે કુંપટ ગામમાં મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે હવે પંચાયત દ્વારા કુંપટ ગામમાં થયેલ નુકસાન નું સર્વે કરી તમામ રસ્તાઓ યોગ્ય કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો પશુપાલકો અને વિદ્યાર્થીઓ પણ કૂપટ ગામના સરપંચ અને પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો


Download Our B K News Today App



Related News