થરાદની પીલુડા માર્કેટ નજીકથી મળેલી લાશ કૂંડાળીયાના દલિત યુવકની નિકળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-05 11:14:51
  • Views : 572
  • Modified Date : 2021-01-05 11:14:51

થરાદ તાલુકાના પીલુડા ગામે રવિવારે સવારના  માર્કેટયાર્ડ પાસેથી અજાણી લાશ મળી આવતા આજુબાજુના વિસ્તારના લોકોએ થરાદ
પોલીસને જાણ કરી હતી. અને થરાદ પી.આઈ. જે.બી.ચૌધરીના આદેશ અનુસાર પી.એસ.આઇ. એસ.એ.જાલોરી  પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી બિનવારસી હાલતમાં મળી આવેલી લાશને પી.એમ. અર્થે થરાદ રેફરલ ખસેડવામાં આવી હતી. ત્યારે પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી લાશની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં વાવ તાલુકાના કુંડાલીયા ગામના આગેવાનો થરાદ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. અને મૃત્યુ
પામનાર પ્રકાશભાઈ પાંચાભાઈ સોલંકીની  હત્યા થઈ તેવું અનુમાન લગાવી ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી. પરતું કોઈ હત્યા જેવું પોલીસના દેખાતા અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News