પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 07:28:18
  • Views : 492
  • Modified Date : 2019-04-09 07:28:18

ગઢ કેળવણી મંડળ સંચાલિત શાળાસંકુલમાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. ગઢ ખાતે કેળવણી મંડળ સંચાલિત શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને સુભાષભાઈ સી.શાહ અને સેવંતીભાઈ સી.શાહના માર્ગદર્શન હેઠળ જીવદયાપ્રેમી સુરેશભાઈ ઉત્તમલાલ પેથાણી તરફથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટેના ૧૦૦૦ કુંડા અર્પણ  કરાયા. તેમજ જીવદયાનો સંદેશ પુરો પાડયો હતો. આ પ્રસંગે ગઢ કેળવણી મંડળના પ્રમુખ ખોડીદાસ પટેલ દ્વારા આ પ્રસંગને અનુરુપ વિદ્યાર્થીઓને જીવદયાનો સંદેશ આપ્યો હતો. તેમજ તેમના હસ્તે પક્ષીઓ માટેના કુંડાનુ વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાંં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય એસ. પી. ક્રિશ્ચિયન, નોન ગ્રાન્ટેના કો. ઓર્ડીનેટર સુનિલભાઈ સાળવી,  પ્રા. વિભાગના આચાર્ય અરવિંદભાઈ મેતીયા, અંગ્રેજી વિભાગના આચાર્ય જયાબેન નાયર, બાલમંદિર વિભાગના આચાર્ય જયોત્સનાબેન રાવલ અને તમામ સંકુલના સ્ટાફમિત્રોએ હાજરી આપી હતી.


Download Our B K News Today App



Related News