ડીસા તાલુકાના કુંપટ ગામે ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-10 11:46:56
  • Views : 352
  • Modified Date : 2022-08-10 11:46:56

 

ડીસા તાલુકામાં બપોર બાદ શરૂ થયેલા ભારે વરસાદના પગલે ડીસા તાલુકાના કુપટ ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી ભારે વરસાદના કારણે અનેક રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો અને વિદ્યાર્થીઓએ ખેતરોથી બહાર આવવામાં ભારે મુશ્કેલી વેચવી પડી હતી.

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી ડીસા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કુંપટ ગામે પણ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની હતી. ભારે વરસાદના પગલે કુંપટ ગામના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના કારણે ખેતરોમાંથી ખેડૂતોને બહાર આવવું પણ બંધ થઈ ગયું હતું. આજે બપોર બાદ શરૂ થયેલા ભારે વરસાદના પગલે કુંપટ ગામના અનેક રસ્તાઓ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું ભારે પાણી વહેતું હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થ થઈ જઈ શક્યા ન હતા જેના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી દર વર્ષે કુંપટ ગામમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જે બાબતના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા દર વર્ષે વરસાદી પાણીથી સ્થાનિક લોકોને ભારે નુકસાન વેચવાનો વારો આવે છે ત્યારે આજે પડેલા ભારે વરસાદના કારણે ફરી એકવાર વરસાદી પાણી ભરાતા ખેડૂતો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

Download Our B K News Today App



Related News