યુનિવર્સિટીના નવીન કુલપતિ નિમણુંક માટેની સર્ચ કમિટિના બીજા સભ્યના નામ અંગે સસ્પેન્સ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 10:43:19
  • Views : 439
  • Modified Date : 2019-07-11 10:43:19

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના નવીન કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટિના ચાર સભ્યો પૈકીના પ્રથમ સભ્ય તરીકે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના રાષ્ટ્રીય ઉપપ્રમુખટની  અગાઉ મળેલી એકેડેમીક કાઉન્સિલ અને કારોબારી સમિતિની સંયુક્ત બેઠકમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ  બુધવારના રોજ મળેલી રાજ્યની વિવિધ યુનિ.ના કુલપતીઓની સયુંકત બેઠકમાં સર્ચ કમિટિના  બીજા સભ્યની પસંદગી કરી દેવામાં આવી છે. પરંતુ કોઈ કારણો સર  નામ જાહેર કરવામાં આવ્યું નથી. ગુરૂવારે નામ જાહેર કરવામાં આવશે તેમ કુલપતિએ જણાવ્યું હતું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યભાર સંભાળી રહેલા ડો.બી.એ.પ્રજાપતિને રાજ્ય સરકાર દ્વારા ફરજમાંથી દૂર કરાયા બાદ  યુનિ.માં મેડિકલ ફેકલ્ટીના ડીન તરીકે સેવા
આપી રહેલા ડોક્ટર અનિલભાઈ નાયકને યુનિવર્સિટીના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
યુનિવર્સિટીમાં નવીન
કુલપતિની નિમણૂક કરવા માટે સરકાર તરફથી સુચના મળતા યુનિ દ્વારા નવીન  કુલપતિની નિમણૂક કરવા માટે સૌ પ્રથમ ચાર સભ્યોની સર્ચ કમિટીની રચના કરવામાં આવે છે. જેમાં પ્રથમ સભ્યની પસંદગી યુનિવર્સિટીની એકેડેમીક અને કારોબારી સમિતિની સંયુક્ત બેઠકમાં કરવામાં આવે છે. જ્યારે બીજા સભ્યની નિમણૂક યુનિવર્સિટીના કુલપતિઓની બેઠકમાં પસંદગી કરવામાં આવે છે જ્યારે ત્રીજો સભ્ય યુજીસી દ્વારા મૂકવામાં આવે છે અને ચોથા સભ્યની પસંદગી રાજ્યના ગવર્નર દ્વારા કરવામાં આવે છે ગવર્નર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સભ્ય  સર્ચ કમિટિના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળે છે.
યુનિવર્સિટીના નવીન
કુલપતિની નિમણૂક માટે બનાવવામાં આવનાર સર્ચ કમિટિના પ્રથમ સભ્યની
પસંદગી કરવા માટે અગાઉ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સભાખંડમાં યુનિવર્સિટટની એકેડેમિક કાઉન્સિલ અને કારોબારી સમિતિના સભ્યોની સંયુક્ત બેઠક ઇન્ચાર્જ કુલપતિ ડો. અનિલભાઈ નાયકની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં  ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલા તેમજ રાજકોટ ખાતે પેથોલોજીસ્ટ ડોક્ટર તરીકે કામ કરી રહેલા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડોક્ટર અતુલભાઈ પંડયાની  યુનિવર્સિટીના નવીન કુલપતિની નિમણૂક કરવા માટે બનાવવામાં આવેલી સર્ચ કમિટિના  પ્રથમ સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ યુનિના કુલપતિ ડો. અનિલભાઈ નાયકની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યની વિવિધ યુનીવર્સીટીના કુલપતિઓની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં નવીન કુલપતિની નિમણુંક કરવા માટે બનાવવામાં આવનાર સર્ચ કમિટિના બીજા સભ્યની વરણી કરવા માટે ઉપસ્થિત દસ જેટલા કુલપતિઓ પાસે નામની દરખાસ્ત માંગવામાં આવતા તમામ સભ્યોએ સર્વાનુમતે એક સભ્યના નામની પસંદગી કરી લીધી છે. પરંતુ  સભ્યનું નામ આજે જાહેર કરવામાં આવ્યું નથી. આવતી કાલે નામ જાહેર કરી દેવામાં આવશે તેમ યુનિ.ના  ઇન્ચાર્જ કુલપતિ ડાp.અનીલભાઈ નાયકે જણાવ્યું હતું. ત્યારે સર્ચ કમિટિના બીજા સભ્ય માટે કોનું નામ પસંદ કરવામાં આવ્યું હશે તેને લઇ સસ્પેન્સ જોવા મળ્યું છે .
બુધવારે મળેલ રાજ્યના કુલપતિઓની સંયુક્ત બેઠકમાં યુનિવર્સિટીના રજિસ્ટાર ડાp.ડી.એમ.પટેલ આસિસ્ટન્ટ રજિસ્ટાર ડાp.જગદીશભાઈ પ્રજાપતિ તેમજ રાજ્યની વિવિધ યુનિવર્સિટીના  ૧૦ જેટલા કુલપતિ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News