પાલનપુર જૂની આરટીઓ કચેરી નજીક મળેલી લાશ કુકડીના યુવકની હોવાનું સામે આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 12:12:09
  • Views : 601
  • Modified Date : 2020-06-14 12:12:09

પલનપુર આરટીઓ કચેરી નજીકના વિસ્તારમાંથી ગુરૂવારે વહેલી સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મૃતદેહ નજીક તૂટેલા પથ્થરો નજરે પડતા યુવકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ હતી. જેને
પગલે પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી
તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ આજુબાજુના વિસ્તારની તપાસ કરતા ઘટનાસ્થળથી થોડે દૂરથી એક પર્સ મળ્યું હતું અને પર્સની અંદરથી મળેલા ડોક્યુમેન્ટને આધારે મૃતક યુવકનું નામ મહેશભાઇ સાયબાભાઈ તરાલ જે દાંતા તાલુકાના કુકડી ગામના હોવાનું સામે આવતા પોલીસ યુવકના પરિવાર સુધી પહોંચી હતી. જે બાદ શુક્રવારે બપોરના સમયે મૃતક યુવકનો પરિવાર પાલનપુર સિવિલમાં કોલ રૂમમાં રખાયેલા યુવકનો મૃતદેહ સ્વીકારવા પહોંચ્યો હતો. સિવિલ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક યુવકના કપાળના ભાગે ઘા તેમજ યુવકની બે પાંસળીઓ તૂટી ગઈ હતી. જો કે વધુ વિગતો પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. ઘટનાને પગલે પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News