રણપ્રદેશ કચ્છ જળબંબાકાર, નખત્રાણામાં 1 દિવસમાં 13 ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-11 17:47:46
  • Views : 666
  • Modified Date : 2019-08-11 17:47:46

કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. 24 કલાક દરમિયાન વરસેલાં ભારે વરસાદના કારણે રણ પ્રદેશ કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે કચ્છ જળમગ્ન થઈ ગયું છે. કચ્છના નખત્રાણામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ તો રાપરમાં 9 ઈંચ અને અબડાસામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

નખત્રાણા તાલુકામાં પડેલાં ભારે વરસાદને કારણે નખત્રાણા-નલિયા વચ્ચેનો કોઝ-વે તૂટી ગયો હતો. કોઝ-વે તૂટી જતાં આસપાસનાં 10 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. જેનાં કારણે આસપાસનાં ગામનાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલ કોઝ-વે તૂટી જતાં 25 ફૂટ પાણી ભરાયાં છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગ્રામજનો દ્વારા પૂલ બનાવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. કોઝ-વે તૂટી જતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

ભારે વરસાદથી નખત્રાણાના 7 ગામનો સંપર્ક તૂટ્યો હતો. નખત્રાણા-નલિયા વચ્ચેનો મુખ્ય માર્ગ તૂટતાં લોકોને હાલાકીનો સામનો કરવો પજ્યો હતો. મૂશળધાર વરસાદથી નખત્રાણામાં કુલ 3 માર્ગ બંધ કરવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્રારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News