ડીસા તાલુકાના રસાણા ગામે ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રા આવતા સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 12:03:40
  • Views : 247
  • Modified Date : 2022-07-07 12:03:40

 

ડીસા તાલુકાના રસાણા ગામે ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રાનું આગમન થતા તમામ સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ખાસ કરીને ગુજરાતમાં યોજાનાર ચૂંટણીને લઈ હવે દરેક સમાજ આગળ આવી રહી છે.ખાસ કરીને હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઠાકોર સમાજના આગેવાનની નિમણુંક થાય તે માટે હાલ બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ એક થયો છે.અને ઢીમાં ગામમાંથી ક્ષત્રિય ઠાકોર વિજયયાત્રાની શરૂવાત કરવામાં આવ્યું છે.જેમાં યાત્રા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોરની આગેવાનીમાં ફરશે.જેમાં ઠાકોર સમાજ એક થાય અને બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર સમાજની એકતા બતાવે તે માટે સભા કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ક્ષત્રિય ઠાકોર વિકાસ યાત્રા ડીસા તાલુકાના રસાણા ગામ ખાતે આવતા ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ યાત્રાના આયોજક નવઘણજી ઠાકોર દ્વારા રસાણા ગામના તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..

 

Download Our B K News Today App



Related News