દિયોદર તાલુકાના કોતરવાડા પાસે જનતા રેડ મામલે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે બેઠક યોજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-23 11:46:41
  • Views : 197
  • Modified Date : 2022-03-23 11:46:41

તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પાસે આવેલ કોતરવાડા ગામ પાસેથી ઠાકોર સમાજના લોકો દ્વારા જનતા રેડ કરી મોટા પ્રમાણમાં ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.જે બાદ દારૂના વેપાર સાથે સંકળાયેલા એક ઈસમને દારૂ સાથે ઝડપી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના બાબતે પોલીસે જનતા રેડ કરના ઠાકોર સમાજના વ્યક્તિઓની અટકાયત કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે મામલો હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના લોકોમાં ઉગ્ર બની રહે છે અને પોલીસ દ્વારા જે પણ વ્યક્તિ દારૂ વેચાય છે જિલ્લામાં તેમની સામે કડક કાર્યવાહી કરવા ઠાકોર સમાજના લોકો માંગ કરી રહ્યા છે જે અંતર્ગત આજે પાલનપુર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી આગળ ઠાકોર સમાજના આગેવાનો સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે બેઠક યોજી હતી આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વિનું સિંધી હોય કે કોઈપણ અન્ય બુટલેગર ગુજરાતમાં દારૂ પહોંચાડી શકાશે નહીં તે ઉપરાંત રાજકીય લોકો ઠાકોર સમાજના યુવાનો ઉપયોગ કરે નહીં ઠાકોર સમાજ દ્વારા દારૂબંધી માટે આગામી સમયમાં હજુ પણ સામાજિક મોહીન ચાલુ રહેશે તેઓ જણાવ્યું હતું આજે યોજાયેલી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી મામલે ઠાકોર સમાજના લોકોને ન્યાય મળે એ માટે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News