દિયોદરમાં કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ રુચિ ન લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 11:56:19
  • Views : 510
  • Modified Date : 2019-06-18 11:56:19

કૃષિલક્ષી દવાઓ, બિયારણ, ખેત ઓજાર, નર્સરી, પશુ ડોક્ટરની માર્ગદર્શન, ટેક્ટર સહિતના સ્ટોલો લાગ્યા પણ કાર્યક્રમ પત્યાના શોર્ટ ટાઈમમાં આટોપી લેવાય જ્યારે સ્ટોલો ૬ વાગ્યા સુધી ખુલ્લા રાખવાના હતા.
સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર કૃષિક્ષેત્રે આમૂલ
પરિવર્તન થકી ખેતી મેં આધુનિક અને આજનો ખેડૂત કૃષિ ઉત્પાદન વધુ કઈ રીતે મેળવી શકાય એ હેતુથી સરાહનીય પ્રયાસો કરી રહી છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરના મોર્ડન શાળા કેમ્પસ ખાતે કૃષિમહોત્સવનું આયોજન કરેલ. જે પ્રસંગે ખેડૂતોએ પૂરતી રુચિ ન દાખવતાં  તેમજ ખેડૂતો ન અવવાના કારણે કાર્યક્રમ થયો હતો અને કૃષિમહોત્સવમાં ખેડૂતોને સજીવ ખેતી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઇ રીતે મેળવી શકાય એ બાબતો ઉપર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓએ માહિતીઓ પુરી પાડી હતી. કૃષિમહોત્સવમાં ખેડૂતોને લગતા વિવિધ સ્ટોલો પણ ખુલ્લા મૂકાયા હતા પણ સ્ટેજ પ્રોગ્રામ પૂરો થતાં સ્ટોલો આટોપી લેવાય હતા. જ્યારે ખેડૂતોની પાંખી હાજરીમાં કૃષિમહોત્સવ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે દિયોદર પ્રાંત કલેકટર એ.ડી.ચૌહાણ, મામલતદાર પી.એસ.પંચાલ, તાલુકા વિકાસ અધિકારી એન.સી.ઠાકોર સહિત પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News