વિચરતિ જાતિઓના ઉત્થાન માટે KRSFએ VSSMની સાથે સહયોગ સાધ્યો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-19 16:01:41
  • Views : 368
  • Modified Date : 2022-12-19 16:01:41

શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાના સફળ હસ્તક્ષેપોની પહોંચને ગુજરાતની વિચરતિ જાતિઓ સુધી વિસ્તારવા માટે ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF)એ જનકલ્યાયણની કામગીરીઓ સાથે સંકળાયેલી અમદાવાદ-સ્થિત નોટ-ફૉર-પ્રોફિટ સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM)ની સાથે સહયોગ સાધ્યો છે. VSSM ગુજરાતની વિચરતિ જાતિઓ અને વિમુક્ત સમુદાયોનું સશક્તિકરણ કરવાની દિશામાં કામ કરે છે. આ સહયોગના ભાગરૂપે બંને સંસ્થાઓ શિક્ષણના ક્ષેત્રમાં તો કામ કરશે જ પરંતુ તેની સાથે-સાથે નાણાકીય સહાય પૂરી પાડવાનું શક્ય બનાવનારી વિવિધ પહેલ હાથ ધરશે.

મિત્તલ પટેલે સમજાવ્યું હતું કે, આ સમુદાયના પરિવારો સતત વિચરતા રહે છે. અહીં કોઇપણ મહેસૂલી ગામ હેઠળ નોંધણી પામ્યાં વગર અથવા ઓળખ કે સરનામાના કોઇપણ પુરવા વગર આ સમુદાયના બાળકોને ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાંબાગાળે તેમની આજીવિકા પર જોખમ તોળાયેલું રહે છે, કારણ કે, તેમની પાસે કોઈ ઔપચારિક નોકરી પણ હોતી નથી.

પ્રતુલ શ્રોફે જણાવ્યું હતું કે, આ પહેલની રચના તેમના વ્યવસાયોમાં પ્રાણ ફૂંકવા, તેમને ફરજિયાતપણે માસિક બચત કરવા માટે પ્રોત્સાહિત કરવા, ખાસ કરીને તેમને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત થવા માટે સક્ષમ બનાવવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી છે. VSSMઆ પ્રોગ્રામમાં તેની કામગીરીને વિસ્તારી શકે તે માટે KRSF તેને ભંડોળ પૂરું પાડશે.

Download Our B K News Today App



Related News