ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલના વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્ધીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 06:38:05
  • Views : 500
  • Modified Date : 2019-04-12 06:38:05

સમગ્ર નોર્થ ગુજરાતમાં પાટણ સ્થિત ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલ ખાતે તા. ૧પ/૧ર/ર૦૧૮ શનિવારના રોજ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા ઇંગ્લીશની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. આ અંતર્ગત વાયએલઈ, કેઈટી  તેમજ પીઈટી  એમ ત્રણ પ્રકારની પરીક્ષા લેવામાં આવેલ હતી. વાયએલઈ માં સ્ટાટર્સ, ફ્લાયર્સ તેમજ મુવર્સ એવા ત્રણ રાઉન્ડની અંદર  ધોરણ-ર થી પ ના કુલ ૪૮ વિદ્યાર્થીઓએ અને કેઈટી માં ધોરણ ૬ થી ૮ નાં કુલ ૩૧ વિદ્યાર્થીઓએ અને પીઈટી માં ૬ થી ૮ ના ૧૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આ પરીક્ષાની અંદર ઇંગ્લિશની લીસનીંગ, સ્પીકીંગ, રીડીંગ અને રાઈટીંગ એવી ચાર સ્કીલ્સ આવરી લેવામાં આવે છે. શાળામાંથી કુલ ૯ર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.  આ પરીક્ષાનું રીઝલ્ટ જણાવતાં આનંદ થાય છે, કે ભાગ લીધેલ તમામ ૯ર વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરેલ છે. જેમાં કશીશ મોદી, લેખ દેસાઈ, ધ્યાન પટેલ, કેયાની પટેલ, સુકન્યા ધોળકિયા પાંચ બાળકોએ ૧પ માંથી ૧પ શિલ્ડ પ્રાપ્ત કરેલ છે. તેમજ હર્ષિલ સાલ્વી (૧૩૯/૧પ૦) અને વિજ્ઞા મજમુંદાર (૧પર/૧૭૦) માર્કસ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાળાનું  ગૌરવ વધારેલ છે. આ અનુસંધાનમાં શાળાના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
 

Download Our B K News Today App



Related News