કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , સ . દાં . કૃષિ યુનિવર્સિટી , થરાદ દ્વારા જંતુનાશક દવાઓના વિક્રેતાઓ માટેપ્રમાણપત્રનો બીજો તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન શુભારંભ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-31 12:21:16
  • Views : 203
  • Modified Date : 2022-01-31 12:21:16

 

 

 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લાના ૪૦ ( ચાલીસ ) જંતુનાશક દવા ઓના વિક્રેતાઓ માટે ઈન્સેક્ટીસાઈડ મેનેજમેન્ટના સર્ટીફીકેટ કોર્ષનો શુભારંભ કરવામાં આવ્યો  સદર સર્ટીફીકેટ કોર્ષનો ઉદ્ઘાટન સમારંભ ડૉ.પી.ટી.પટેલ , માન . વિસ્તરણ શિક્ષણ નિયામક , . દાં . કૃષિ યુનિવર્સિટી , સરદારકૃષિનગરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ . સદર કાર્યક્રમની શરૂઆત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય , પ્રાર્થના તેમજ પુષ્પગુચ્છ આપી કરવામાં આવેલ . ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , થરાદના વડા ડો . આર . એલ . મીનાએ તાલીમ કાર્યક્રમમાં આવેલ સૌ જંતુનાશક દવાઓના વિક્રેતાઓ તથા વક્તાઓનું હાર્દિક સ્વાગત કરી સદર કોર્સ માટે અનુસરવાની થતી ભારત સરકારની ગાઈડલાઈન તેમજ ૧૨ અઠવાડીયા સુધી અઠવાડીયામાં એક દિવસ મુજબ કાર્યક્રમની રૂપરેખાની વિસ્તૃત છણાવટ કરી હતી . ત્યારબાદ ડૉ . આર.આર.પ્રજાપતિ , સહ વિસ્તરણ શાસ્ત્રીએ જંતુનાશક દવાઓના વિક્રેતાઓ માટે તાલીમની અગત્યતા અને તેના મહત્વ વિષે માહિતી આપેલ તેમજ તાલીમમાંથી મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરી ખેડૂતોના ખેતી ખર્ચમાં કઇ રીતે ઘટાડો કરી શકાય તેના વિષે જણાવેલ તેમજ તાલીમનું આયોજન કરવા બદલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદનો આભાર માનેલ . પ્રસંગે ડૉ.પી.ટી.પટેલે તમામ તાલીમાર્થીઓને આવકારી તાલીમમાં રસ લઈ અને તજજ્ઞો દ્વારા સમયે સમયે જુદા જુદા વિષયો પર આપવામાં આવતી તાલીમ લેવા અનુરોધ કર્યો હતો . વધુમાં તેમણે જણાવ્યું કે તાલીમ દ્વારા આપનું જ્ઞાન કૌશલ્યમાં પરિવર્તન થઈને જીલ્લાના ખેડૂત સમૂદાયને ખૂબ ઉપયોગી થશે . સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય , થરાદના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં . સદર કાર્યક્રમનું સફળ સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , થરાદના વૈજ્ઞાનિકો ડૉ . સી.કે.દેસાઈ  . પી.બી.સિંહ તથા વી.કે.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું  

Download Our B K News Today App



Related News