કેપી ગ્રીન એન્જિનિયરીંગ લિમિટેડની એસએમઈ પ્રારંભિક પબ્લિક ઓફર ખુલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-12 15:03:51
  • Views : 100
  • Modified Date : 2024-03-12 15:03:51

હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલ સ્ટ્રકચર્સના ઉત્પાદકો, ગુજરાત સ્થિત કેપી ગ્રીન એન્જિનિયરીંગ લિમિટેડે પોતાની સૌપ્રથમ પ્રારંભિક પબ્લિક ઓફર માટે રૂ. 5/- ની મૂળ કિમતના દરેક ઈક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ. 137/- થી રૂ. 144/- પ્રતિ ઈક્વિટી શેર નિર્ધારિત કરી છે. કંપની ની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ શુક્રવાર, 15મી માર્ચ, 2024ના રોજ ખુલશે અને મંગળવાર, 19મી માર્ચ, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 1000 ઈક્વિટી શેર્સ અને તેથી વધુ માટે 1000 ઈક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ કરી શકશે.આ ઈસ્યુમાં 1,131,60,000 ઈક્વિટી શેર્સ સુધીના નવા ઈસ્યુનો સમાવેશ થાય છે અને તેમાં પ્રાયોજક કે પ્રાયોજક ગ્રુપની કોઈ “ઓફર ફોર સેલ” નો સમાવેશ થતો નથી.આ ઈસ્યુ બુક બિલ્ડીંગ પ્રોસેસના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે, જેમાં ચોખ્ખા ઈસ્યુના 50% થી વધુ નહીં તેટલો હિસ્સો ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે, ચોખ્ખા ઈસ્યુના 15% થી વધુ નહીં એટલો હિસ્સો બિન સંસ્થાકિય રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે અને ચોખ્ખા ઈસ્યુનો 35% થી ઓછો નહીં એટલો હિસ્સો રીટેઈલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે.ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 174.04 કરોડનો છે. આ ઓફરમાંથી એકત્ર થનારી કુલ ચોખ્ખી રકમમાંથી રૂ. 156.14 કરોડ સુધીની રકમનો ઉપયોગ “પોતાની હાલની ઉત્પાદન ક્ષમતાઓના વિસ્તરણ માટે એક નવી ઉત્પાદન સુવિધાની સ્થાપના પાછળ થનારા મૂડી ખર્ચ માટે તથા પોતાના હાલના પ્રોડક્ટ પોર્ટફોલીઓના વિસ્તરણ માટે આંશિક ભંડોળ પુરૂ પાડવાના ધ્યેય પાછળ ઉપયોગ કરવાનો કંપનીનો પ્રસ્તાવ છે.” કે પી ગ્રીન એન્જિનિયરીંગ લિમિટેડ કેપી ગ્રુપની ફલેગશિપ કંપની છે. ડૉ. ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ દ્વારા તેની સ્થાપના 1994માં કરવામાં આવી હતી. કેપી ગ્રુપે પોતાના કામકાજની 25 વર્ષથી વધુની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. કંપનીની સંસ્થાકિય વૃદ્ધિ માટે તેના નેજા હેઠળ ભારતભરમાં 30થી વધુ પેટા કંપનીઓ છે. કંપની રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં 15 વર્ષથી વધુની એક્સપર્ટીઝ ધરાવે છે.કેપી ગ્રીન એન્જિનિયરિંગની સ્થાપના 2001માં કરાઈ હતી અને કંપની ફેબ્રિકેટેડ તથા હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલની આઈટમ્સના ઉત્પાદનમાં સ્પેશિયલાઈઝેશન ધરાવે છે. તેની વિશાળ પ્રોડક્ટ રેન્જમાં લેટીસ ટાવર સ્ટ્રક્ચર્સ, સબસ્ટેશન સ્ટ્રકચર્સ, સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સ, કેબલ ટ્રેઝ, અર્થિંગ સ્ટ્રિપ્સ, બીમ ક્રેશ બેરિયર્સ તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રચકર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, કંપની ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસીઝ,ગેલ્વેનાઈઝિંગ જોબ વર્ક્સ તથા સોલર ઈન્સ્ટોલેશન સર્વિસીઝ પણ ઓફર કરે છે.ઈન-હાઉસ ફેબ્રિકેશન તથા હોટ-ડિપ ગેલ્વેનાઈઝિંગ સુવિધાઓ સાથે, કંપની એન્જિનિયરીંગ, ડીઝાઈનિંગ, ફેબ્રિકેશન, ગેલ્વેનાઈઝેશન તથા સીમલેસ ડીપ્લોયમેન્ટ પ્રક્રિયાઓ ઓફર કરે છે તેમજ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તેનો વિશેષ ફોકસ સાથેનો અભિગમ છે. કંપની હાલમાં 21 લાખ ચો. ફૂટ વિસ્તાર ધરાવતી ડભાસા, વડોદરા સ્થિત પોતાની ઉત્પાદન સુવિધા ખાતેથી કારોબારનું સંચાલન કરે છે અને તેની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 53,000 મે. ટનની છે.કંપની પોતાના હાલના પ્રોડક્ટ પોર્ટફોલીઓનું વિસ્તરણ કરવા ધારે છે અને તેમાં હાઈ માસ્ટ્સ, ફલોર ગ્રેટિંગ્સ, પ્રી-એન્જિનિયર્ડ બિલ્ડીંગ્સ તથા હેવી ફેબ્રિકેશન વગેરેનો ઉમેરો કરવાની દરખાસ્ત છે તેમજ ભરૂચના માતર ખાતે વાર્ષિક 294,000 મે. ટન ક્ષમતા સાથે નવી ઉત્પાદન સુવિધાની સ્થાપના કરવાની યોજના છે.કેપી ગ્રીન એન્જિનિયરીંગ ગેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) તથા MSETCL (મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેકટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની) ની માન્યતા પ્રાપ્ત છે અને તેમની અનુક્રમે 400 કિલો વોટ તથા 220 કિલો વોટ સુધીની જરૂરિયાતો પુરી કરે છે. 31 ડિસેમ્બર, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપની પાસે 69 પ્રોજેકટ હાથ ઉપર હતા અને તેની ઓર્ડર બુકનું કુલ મૂલ્ય રૂ. 233.91 કરોડનું હતું. કે પી ગ્રીન એન્જિનિયરીંગ લિમિટેડે નાણાકિય વર્ષ FY23 માટે રૂ. 12.40 કરોડનો નફો પ્રાપ્ત કર્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4.54 કરોડની તુલનાએ નફામાં 2.73 ગણો વધારો દર્શાવે છે. અગાઉના વર્ષના રૂ. 77.70 કરોડની તુલનાએ વર્ષ FY23 માં કારોબારની કુલ આવક પણ નોંધપાત્ર વૃદ્ધિ સાથે રૂ. 114.21 કરોડની થઈ હતી, જે 47 ટકા વધારો દર્શાવે છે. પ્રાથમિક રીતે આ વધારો ઉત્પાદનોના વેચાણ અને સેવાની આવકોમાં વૃદ્ધિના પગલે થયો હતો. કંપનીએ સપ્ટેમ્બર 2023 સુધીના છ મહિનામાં જ FY2022-23 માટે કારોબારની લગભગ એટલી જ આવક અને કરવેરા પછીનો નફો હાંસલ કર્યા છે.સપ્ટેમ્બરના અંતે પુરા થયેલા છ મહિના માટે, કારોબારની આવકો રૂ. 103.93 કરોડની તથા કરવેરા પછીનો નફો રૂ. 11.27 કરોડના રહ્યા હતા. બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે. ઈક્વિટી શેર્સ મુંબઈ શેરબજારના SME પ્લેટફોર્મ ઉપર લિસ્ટીંગ કરવાની દરખાસ્ત છે.

Download Our B K News Today App



Related News