પ્રધાનમંત્રી નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટરની શરૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 12:08:13
  • Views : 363
  • Modified Date : 2021-04-23 12:08:13

વર્તમાન કોરોના મહામારીની પરીસ્થિતિમાં મદદરૂપ થવાના હેતુથી સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા તાલુકા હેલ્થ કચેરી પાલનપુર અને જી.ડી.મોદી વિદ્યા સંકુલના સહયોગથી “પ્રધાનમંત્રી નિઃશુલ્ક  કોવિડ કેર સેન્ટર” ની પાલનપુર મુકામે શરૂઆત કરવામાં આવી છે.  જ્યાં પ્રાથમિક ૨૦ બેડથી  ગુરૂવારથી શરૂઆત કરવામાં આવી છે. જરૂર જણાયે ૫૦ દર્દીઓને રાખવા સુધીની વ્યવસ્થા કરવામાં આવશે. જે સંદર્ભે  સસ્ત્રોક વિધિ પ્રમાણે ગણેશનું અને માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું  અને આવનાર દરેક દર્દી સાજાે થઈને ઘરે જાય એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીને દાખલ કરવામાં આવે એ દિવસથી દર્દી સાજાે થઈને ઘરે જાય ત્યાં સુધી મેડીક તેમજ રહેવા જમવા નાસ્તાની વ્યવસ્થા તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે. દર્દી જાેડે એક પણ રૂપિયો ચાર્જ લેવામાં નહીં આવે. મધ્યમવર્ગીય પરિવારનો કોઈ એક સભ્ય કોરોના ગ્રસ્ત થાય અને પરિવાર બે રૂમ રસોડાના મકાનમાં રહેતું હોય ત્યારે હોમ કોરનટાઈન થવું મુશ્કેલી ભર્યું બને છે એવા સંજાેગોમાં દર્દીને ખાસ મદદ મળી રહેશે.
આ કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે પ્રાંત ઓફિસર  ગીલવા, સદભાવના ગ્રુપ ટ્રસ્ટના પ્રમુખ હરેશ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર અનાવાડીયા, જી.ડી.મોદી વિદ્યા-સંકુલના આચાર્ય  ડો.યોગેશભાઈ ડબગર અને  ડો.સંતોષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News