બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં વધારો ડીસામાં વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 11:23:51
  • Views : 618
  • Modified Date : 2021-04-23 11:23:51

બનાસકાંઠામાં કોરોનાના વધતા કેસોને લઈને
હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી કોરોનાગ્રસ્ત લોકોની મુશ્કેલીઓ વધી છે જેને લઈને હવે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવા લોકોની મદદે આવી રહી છે. જેમાં ડીસાના માળી સમાજની જી.જે. વિધાસંકુલમાં ૫૦ બેડનું કોવિડ-કેર સેન્ટર ઉભું કરાયું છે જ્યાં દર્દીને તમામ પ્રકારની મફત સગવડ મળી રહશે.
 કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ જતા  કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર મળતી નથી અને તેમની મુસીબતો વધી છે. જેને લઈને હવે આવા લોકોની મદદે અનેક સમાજાે અમે સામાજિક સંસ્થાઓ આવી રહી છે. જેમાં ડીસાના માળી સમાજની જી.જે.વિધા સંકુલમાં કોરોના
પોઝિટિવ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. જે આજથી શરૂ કરી દેવા છે. જેમાં માળી સમાજના ડૉક્ટરો સહિત અનેક ડોક્ટરો સેવાઓ આપશે. આ ઉપરાંત આ સેન્ટરમાં દર્દીઓને રહેવા તેમજ ખાવા-પીવાની અને દવાઓની સગવડ વિના મૂલ્યે આપવામાં આવશે. આ કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે પીવાના પાણીની અને પંખા તેમજ એસીની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. અને જરૂર પડશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે.  છેલ્લા ૨૦ દિવસથી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  રોજેરોજ ૨૦૦થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં બે હજારથી પણ વધુ દર્દીઓ સામે આવ્યા છે ત્યારે વધતા જતા કોરોનાવાયરસના કેસને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News