મેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોને કોવિડ-૧૯ રસીકરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 11:01:36
  • Views : 284
  • Modified Date : 2021-03-04 11:01:36

મેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેતા  પ્રાથમિક શાળામાં તાલુકા હેલ્થ અધિકારી ડૉ. પ્રકાશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેતા મેડિકલ ઓફિસર ર્ડા.વિક્રમસિંહ પરમાર, આયુષ એમ.ઓ ડૉ.નિલોફરબેન મુખી, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર  ગીતાબેન જે પંડ્યા, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર  હસમુખભાઈ સોલંકીની સીધી દેખરેખ હેઠળ ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને કોવિડ-૧૯નું રસીકરણ  આપવામાં આવ્યું હતું.  મેડીકલ ઓફિસર મેતા દ્વારા રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં, તેમજ રસીકરણ સંપૂર્ણ સુરક્ષિત છે અને રસીકરણ પછી પણ રાખવાના પાંચ વ્યવહાર વિશે જેવા કે યોગ્ય રીતે માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ, જેવી સમજ આપવામાં આવી હતી. તેમજ કોરોના સામેની લડાઈમાં ભારત સરકાર દ્વારા કોરોના રસીકરણ ઉપલબ્ધ કરેલ હોઇ તમામ જાહેર જનતાને આ રસીકરણમાં જાેડાવવા અપીલ પણ કરી હતી. આ સિવાય ડૉ. વિક્રમસિંહ
પરમારે આપેલ માહિતી મુજબ મેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૧૦૦ લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેતા  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ, સી.એચ.ઓ. માહી મ.પ.હે.વ. ભાઈઓ, ફી.હે.વ. બહેનો  આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

Download Our B K News Today App



Related News