ધાનેરા તાલુકાના કોટડા ગામે ટી.એચ.ઓ.એ એસ.ટી. સમાજના સરપંચને કોથળા પર બેસાડીને નિવેદન લેતો વીડિયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 11:18:29
  • Views : 767
  • Modified Date : 2019-07-15 11:18:29

ધાનેરા તાલુકાના કોટડા ગામે  સરકારી દવાના જથ્થાની તાપસ અર્થે કોટડા ગામે પહોંચ્યા હતા. પણ ધાનેરા ટી.એચ.ઓ. ગામના સરપંચ મસરૂભાઈ માજીરાણાને નીચે જમીન પર કોથળા પર બેસાડીને નિવેદન લેતો વીડિયો વાયરલ થયો છે. ગામના સરપંચને  કોથળા પર બેસાડીને પ્લાસ્ટિકના કપમાં ચા આપી હતી.
ધાનેરાના ટી.એચ.ઓ. 
પી.એમ. ચૌધરી એ  આ હરકત કરતા મામલો વધુ ગરમાયો છે. એક તરફ સરકાર અને અન્ય સંગઠનો  નાત જાત ભેદભાવ  નષ્ટ કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.  ત્યારે આવા અધિકારીઓ આવા ભેદભાવને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યા છે.  ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકારની મહેનત પર પાણી ફેરવતા ધાનેરાના ટી.એચ.ઓ. વિરુદ્ધ સરકાર શુ પગલાં લે છે એ તો આવનારો સમય જ બતાવશે.

Download Our B K News Today App



Related News