પાલનપુરની કોટક બેંકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં નાસ ભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 13:20:21
  • Views : 471
  • Modified Date : 2019-05-31 13:20:21

પાલનપુર ખાતે કોઝી વિસ્તારમાં કાર્યરત કોટક બેંકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ભારે નાસ ભાગ મચી જવા પામી હતી. જોકે, પાલિકાના ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.પાલનપુરમાં છેલ્લા એક સપ્તાહથી આગના ઉપરા ઉપરી બનાવો બની રહ્યા છે. જ્યાં શહેરના કોઝી વિસ્તારમાં કાર્યરત કોટક બેંકમાં ગુરૂવારે શોર્ટ સર્કિટથી આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ અંગે બેંકના સૂત્રોએ જણાવ્યું હતું કે, બેંકના ટ્રેકટરના લોન વિભાગમાં સામાન્ય આગ લાગી હતી. આગના પગલે કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે તાત્કાલિક પાલનપુર નગરપાલિકામાં જાણ કરવામાં આવતાં ફાયર ફાયટર સાથે કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને સામાન્ય આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. જોકે, ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટથી  આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News