કોસંબા નજીક કારનો અજાણ્યા વાહન સાથે એક્સિડન્ટ 2નાં મોત,3 ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 13:21:12
  • Views : 484
  • Modified Date : 2019-08-31 13:21:12

કોસંબા નજીક નેશનલ હાઈ વે પર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. ફૂલ સ્પીડમાં દોડતી ઈકો કાર(નંબર જીજે 05 જે કે 6207) કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાઈ હોય શકે છે. આ એક્સિડન્ટમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.કાર ભાવનગરથી આવતી હતીભાવનગરના પાણીદરાથી કાર સુરતના પાસોદરા તરફ આવતી હતી. મોડિ સાંજે નીકળેલા કાર ચાલકો કોસંબા પાસે કોઈ ઉભેલા અજાણ્યા વાહનની પાછળ ધડકાભેર અથડાયા હતાં. જેથી કારના બોનેટ સહિતના પતરાનો કડૂસલો વળી ગયો હતો. સ્થાનિકોએ આવીને મૃતકો પર કપડા ઓઢાળ્યાં હતાં. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયાં હતાં.ઝોંકુ આવતા અકસ્માત સર્જાયોઈકો કારના ડ્રાઈવરને સવારે ચારેક વાગ્યા આસપાસ ઝોકું આવી જતાં એક્સિડન્ટ સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક્સિડન્ટ બાદ અજાણ્યો વાહનચાલક જતો રહ્યો હતો. જેથી કાર કયા વાહન સાથે કેવા સંજોગોમાં પાછળથી અથડાય તે અંગે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.એક જ પરિવારના તમામ સભ્યોકવા પરિવારના પાંચેય સભ્યોમાં ભરતભાઈ કવા ડ્રાઈવિંગ કરીને ઈકો કાર ચલાવી રહ્યાં હતાં. એક જ પરિવારમાં બે મોતના પગલે કવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે ચંદ્રીકાબેન કવા ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.મૃતકોના નામરસિકભાઈ ભુરાભાઈ કવા (ઉ.વ.આ.60)ભાનુબેન અરવિંદ કવા (ઉ.વ.આ.55)

ઈજાગ્રસ્તોના નામ રાજુભાઈ બાબુભાઈ કવા (ઉ.વ.આ.48) ભરતભાઈ કવા -ડ્રાઈવર(ઉ.વ.આ.50) ચંદ્રીકાબેન રસિકભાઈ કવા (ઉ.વ.આ.58)

Download Our B K News Today App



Related News