કોરોના વાઇરસના પગલે કર્ણાવતી અને રાજપથ ક્લબમાં રેઈન ડાન્સ કેન્સલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 10:34:51
  • Views : 343
  • Modified Date : 2020-03-05 10:34:51

ગુજરાત સહિત દેશ-દુનિયામાં કોરોના વાઈરસના કારણે મહામારી સર્જાઈ છે. જેની સીધી અસર હોળી-ધુળેટીના પર્વ પર પણ પડી છે. ત્યારે ધુળેટીમાં દર વર્ષે શહેરની રાજપથ, કર્ણાવતી, વાયએમસી  સહિતની ક્લબોમાં રેઈન ડાન્સ સહિતના અન્ય કાર્યક્રમો થતા હોય છે. જેમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. હાલમાં કોરોનાના વાઈરસ ફેલાવાની બીકે રાજપથ અને કર્ણાવતી ક્લબમાં ધુળેટીના દિવસે યોજાનારા રેઈન ડાન્સ કેન્સલ કરવાનો નિર્ણય ક્લબ મેનેજમેન્ટે લીધો છે.આ ઉપરાંત વાયએમસીએ ક્લબમાં પણ કાર્યક્રમ રદ કરવાની વિચારણા ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભેગા થતાં લોકોના કારણે કોરોના વાઈરસનો ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. જે ભીતિને ધ્યાનમાં રાખીને ક્લબ સંચાલકોએ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કર્યો છે.કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ એન.જી.પટેલે કહ્યું કે રેઈન ડાન્સનું આયોજન મહિના પહેલા કર્યું હતું.કોરોના લીધે રેઈન ડાન્સમાં વિવિધ દેશથી સભ્યો અને ગેસ્ટ આવતા હોય છે.જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે રેઈન ડાન્સ પાર્ટી અને લેડીઝ હાઉસી કેન્સલ કરાઈ છે. જ્યારે રાજપથ ક્લબના પ્રેસિડેન્ટ જગદીશ પટેલે જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રેઈન ડાન્સ કેન્સલ કરાયો છે.વાયએમસીએના સીઇઓ શ્યામ મહેતાએ જણાવ્યું કે અમે રેઈન ડાન્સલ કેન્સલ કરવાનું વિચારી રહ્યા છીએ.આમ આ ફીવર માટેની હેલ્પલાઈન 104 પરથી કોરોના વાઈરસ અંગેની માહિતી પણ હવે મેળવી શકાશે.રાજ્ય સરકારે જાહેર મેળાવડા પર હાલ સુધી કોઈ પ્રતિબંધ મૂક્યો નથી.પરંતુ શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો હોય તો જાહેરમાં ન જવા અપીલ કરાઈ છે. ત્યારે 3700થી વધુ ખાનગી તબીબોને કોરોના વાઈરસ અંગેની તાલીમ અપાઈ છે. જેમાં કુલ 576 આઈસોલેશન બેડ અને 204 વેન્ટિલર ઊભા કરાયા છે.આમ આ સિવાય રાજ્યમાં અમદાવાદ સિવિલને કોરોના માટે બેઝ હોસ્પિટલ બનાવી છે. ત્યારે અન્ય તમામ મેડિકલ કોલેજ-જિલ્લાની હોસ્પિટલોમાં પણ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે.

Download Our B K News Today App



Related News