ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાના મોત બાદ સોનાના દાગીનાની ચોરી થયાનો આક્ષેપ, તંત્રએ તપાસની ખાતરી આપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 17:54:17
  • Views : 280
  • Modified Date : 2021-04-09 17:54:17

    ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના હાહાકાર મચાવે છે ત્યારે કોરોના દર્દીઓ ચોરીની નાની મોટી ઘટનાઓ થી ત્રાસી ઉઠયા છે ત્યારે ગઈકાલે સેક્ટર 19 મહિલાનું કોરોના ના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અવસાન થયા બાદ કોઈ ઇસ્મે મૃતદેહ પરથી સોનાના દાગીનાની ચોરી કરી લીધાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ બનાવના પગલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતાનો પ્રચાર છોડીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

    પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના સેકટર-19 ખાતે રહેતા ભરતભાઈ ગોહિલના પત્ની હંસાબેનને ચાર દિવસ અગાઉ શરીરમાં હોવાના કારણે પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ફરક ન પડતાં તેઓ નો કોરોના રિપોર્ટ બીપી કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગઇકાલે મધરાતે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મધરાતે ઘટેલી ઘટનાને પગલે કોઈ સામે હંસાબેન ના મૃતદેહ પરથી સોનાના દાગીનાની ચોરી થઈ ગયાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

    ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 5 માં ઉમેદવાર નિકુંજ ભાઈ ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા હતા તે દરમિયાન ભરતભાઈએ પોતાની પત્નીના મૃતદેહને પરથી સોનાના દાગીના ગાયબ થઇ ગયા હોવાની વાત કરી હતી જેના પગલે નિકુંજ ભાઈ તેમનો ચૂંટણી પ્રચાર અટકાવી દઇને વોડ નંબર પાંચના પ્રભારી કેયુરભાઈ શેખડા તેમજ કાર્યકરો ને લઇ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં સિવિલ તંત્રની પૂછતા જ કરતા ફરજ પરના અધિકારી એ યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.

    આ અંગે વોડ નંબર પાંચના ઉમેદવાર નિકુંજભાઈ એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં જઈને ઇન્ચાર્જ અધિકારી સાથે દાગીના અંગે વાત કરવામાં આવી હતી જેઓએ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને તપાસ કરવાની હૈયાધારણા આપેલી છે હંસાબેનને સિવિલમાં દાખલ કર્યા ત્યારે તેમણે કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી તેમજ સોનાની વિટી કોઈ ઈસમ દ્વારા ચોરી લેવામાં આવી હતી. સિવિલ તંત્ર દ્વારા હંસાબેન ના મૃત્યુ બાદ તેમનો સામાન પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો જેમાં ચાંદીના ઘરેણા પરત મળ્યા હતા પરંતુ સોનાના દાગીના ચોરાઈ ગયા હતા.


Download Our B K News Today App



Related News