ધાનેરાના ફતેપુરા ગામે કોન્ગો ફીવરથી એક વિદ્યાર્થીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 11:24:48
  • Views : 483
  • Modified Date : 2019-09-20 11:24:48

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે રમેશભાઇ પટેલ નામના ખેડૂતનો દીકરો બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે બાળકને કોન્ગો ફીવર થતાં તેને સારવાર માટે ધાનેરા અને ડીસા પ્રાઇવેટ હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડાયા પછી અમદાવાદ સિવિલ ખાતે લઇ જવાયો હતો અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું. જેથી પુરતી સુરક્ષા સાથે આ બાળકને ગામમાં લાવી ૧૨ ફુટનો ખાડો ખોદીને તેને દફન કરવામાં આવ્યો હતો. આ અંગેના સમાચાર ધાનેરા પંથકમાં ફેલાતા લોકોમાં આ રોગ બાબતે ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. તેમજ આ બાબતે આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા  તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
રાજયમાં વરસાદ થંભી જતા રોગચાળાએ માથુ ઉચકયું છે. જેમાં ડેન્ગ્યુ તથા કોંગોના દર્દીઓની સંખ્યા વધતા રાજયનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ છે. ૧૯૬૯ માં રાજયમાં કોંગો
ફીવરે હાહાકાર મચાવી દીધો હતો. ત્યારબાદ ર૦૧૯ માં કોંગો ફીવરે ફરી દેખા દીધી છે. અમદાવાદ શહેરમાં તાજેતરમાં શંકાસ્પદ ૧૪ કોંગો ફીવરના દર્દીઓ મળી આવતા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે તથા આ ૧૪ દર્દીઓને સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટમાં ૧ર, મોરબીમાં ૪પ શંકાસ્પદ કોંગો ફીવરના દર્દીઓ મળી આવતા દર્દીઓને ચેકઅપ તથા સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ધાનેરાના ફતેપુરા ગામે ખેતી અને પશુપાલનના વ્યવસાય જોડે સંકળાયેલા રમેશભાઇ હેગોળાભાઇ ચૌધરીના કપિલ નામના ૭ વર્ષના દીકરાને ૧૪ સપ્ટેમ્બરના રોજ તાવ આવેલ. જેથી તેના પિતા તેને ધાનેરાની એક પ્રાઇવેટ હોÂસ્પટલમાં સારવાર માટે લઇ ગયેલા પણ તેને તાવ ના ઉતરતા ફરી તેને બતાવવા માટે ડીસાની એક ખાનગી હોÂસ્પટલમાં લાવેલ અને સારવાર અપાવેલ. પરંતુ છતાં કોઇ પરીણામ ન આવતા તેના પિતા અને બીજા લોકો આ કપિલને ૧૭ સપ્ટેમ્બરના રોજ અમદાવાદની સિવિલ હોÂસ્પટલમાં લઇ ગયેલા. તેમજ ત્યાં રીપોર્ટ કરાવેલ અને સારવાર પણ હાથ ધરેલ. પરંતુ સારવાર દરમ્યાન આ બાળકનું ૧૮ સપ્ટેમ્બરના રોજ મોત નિપજ્યું હતું. જેથી તેના પરિવારજનો દ્વારા આ બાળકના મૃતદેહને પોતાના ઘરે લાવવા માટે ડોક્ટરને કહેતા ડોકટરોની ટીમે લાશ આપવાની ના પાડી હતી. પરંતુ આજીજી કરતાં ડોક્ટરોએ આ મરણ જનાર બાળકની લાસને ચુસ્ત પેકિંગ કરીને તેના પરિવારને આપી હતી અને તે ખોલ્યા વગર તેને દફન કરવાનું કહેતા તેના પરિવારજનોએ આ બાળકની લાશને ધાનેરાના ફતેપુરા ગામે લાવી હતી અને ડોક્ટરના કહ્યા મુજબ બાળકની લાશને ૧૨ ફુટ જેટલા ઉંડો ખાડો કરાવી દફનાવી હતી. આ ઘટનાની જાણ બીજા દિવસે ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ. ચૌધરીને થતાં તેઓએ તાત્કાલિક જિલ્લામાં જાણ કરી હતી અને જિલ્લામાંથી ડો. ભારમલ ચૌધરી અને તેમની ટીમ તેમજ તાલુકા આરોગ્ય અધિકારીની ટીમો ફતેપુરા ગામે પહાંચી હતી અને તેના પરિવારજનોની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ અંગેની જાણ પશુપાલન વિભાગને કરવામાં આવતા તેઓ પણ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News