નોનવેજ ખાવાથી કોંગો ફિવર થવાની શક્યતા, 10 દિવસમાં 3 લોકોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 11:29:29
  • Views : 922
  • Modified Date : 2019-09-01 11:29:29

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોંગો ફીવરના દર્દીની સારવાર ચાલી રહી છે. જેમાં 11 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જો કે હાલમાં તમામ લોકોની હાલત સ્થિર છે. નોંધનીય છે કે હળવદની પોલીમર્સ કંપનીના શ્રમિકોને રાજકોટ સિવિલ ખસેડાયા હતા. ત્યારે હળવદમાં જે રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તે હાલમાં તપાસનો વિષય છે. નોનવેજ ખાવાથી કોંગો થયો હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં કારણકે હળવદના દર્દીઓ પશુપાલન વ્યવસાય સાથે સંપર્કમાં ન હતા. રાજમયાં છેલ્લી પરિસ્થિતિ મુજબ કુલ 49 લોકોના સેમ્પલ લેવાયા છે. 10 દિવસમાં કુલ 3 દર્દીના મોત થયા છે. જ્યારે 4 સારવાર હેઠળ છે.

બીજી તરફ ભાવનગરમાં પણ કોંગો ફિવરે દહેશત પ્રસરાવી છે જેમાં કમળેજ ખાતે મહિલા દર્દીનું મોત થયું હતું. આ મહિલા દર્દીનો રિપોર્ટ હવે આવ્યો છે. જેમાં મૃતક મહિલાને કોંગો જ હોવાનું સામે આવ્યુ છે. તો મૃતક મહિલાના પરિવારજનોની પણ તપાસ કરાઇ હતી. જેના રિપોર્ટ હવે આવવાના બાકી છે. હાલમાં મૃતક મહિલાના પરિવારજનોના ત્રણેય લોકોને દાખલ કરીને તેની સારવાર કરાઇ રહી છે.

Download Our B K News Today App



Related News