આ નેતાઓ પાસેથી કોણ દંડ વસૂલશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 10:58:07
  • Views : 563
  • Modified Date : 2020-10-09 10:58:07

પાલનપુર નગરપાલિકાએ બનાવેલા ટાઉનહોલનું તાજેતરમાં  મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કર્યું હતું. રૂ.૬.૭૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ટાઉન હોલના ઉદ્દઘાટન પ્રસંગે  પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની હાજરીમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. હાલમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. જેણે લઈને સરકાર પણ માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે સતત ભાર મુકી રહી છે. છતાં નેતાઓ બેફામ બની ગયા હોય તેમ ખુદ ભાજપના નેતાઓજ સરકારની ગાઈડલાઈનો ભંગ કરી રહ્યા છે. ટાઉનહોલમાં લેવાયેલી તસવીરમાં પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકાના વર્તમાન અને પૂર્વ સદસ્યો તેમજ ભાજપના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારોમાં કોઈએ ચહેરા ઉપર માસ્ક રાખ્યો ન હતો. અને સોશ્યલ ડિસ્ટન્સ તો જળવાયું જ નથી. રાજકારણ સાથે સંકળાયેલા આ સ્થાનિક નેતાઓએ સરેઆમ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા છે.
બીજી તરફ હાઈકોર્ટે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા નેતાઓ પાસેથી દંડ વસૂલવાનું વારંવાર જણાવ્યું છે. ત્યારે ભાજપના આ નેતાઓ પાસેથી તંત્ર દંડ વસૂલશે ? કે પછી સામાન્ય જનતાને જ દંડ

ભરવાનો અને નેતાઓને મુક્તિ ?

Download Our B K News Today App



Related News