કોમી એકતાની મિસાલ છે અલીપુર જૈન તીર્થ હાર્દિક હુંડીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-22 11:50:13
  • Views : 479
  • Modified Date : 2019-08-22 11:50:13

આઈજાના રાષ્ટ્રીય સ્થાપક હાર્દિકજી હુંડીયા સહ આઈજાના પ્રથમ મહિલા સુનીતાબેન હુંડીયા, આઈજાના રાષ્ટ્રીય મહામંત્રી મહાવીર શ્રીશ્રીમાલ, સુરતથી અલ્પેશ શાહ, સુરેશ બોહરા, હિતેશ શાહ, અજીત મોદી, તેજસ જૈન, સિધ્ધાર્થ બોહરા, વિવેક ચૌધરી, અભિષેક શ્રીશ્રીમાલ, અનુ શ્રીશ્રીમાલ સહિત વિશાળ સંખ્યામાં અલીપુરના અગ્રણી અને આઈજાના મહાનુભાવો દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના હૃદય સમાન અલીપુર ગામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન  કરાયુ  હતું.
મુÂસ્લમ બહુમતી ધરાવતા આ ગામમાં શ્રી ગોડીજી
પાર્શ્વનાથ દાદાનું ભવ્ય દેરાસર છે.  ઘણાં વર્ષોથી આ દેરાસરમાં જૈન પરિવાર અહી આવીને પ્રભુની ભક્તિ કરે છે. કોમી એકતાની મિસાલ ગણાતું અલીપુર તીર્થ પ્રસિદ્ધ છે. ઓલ ઈÂન્ડયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય
સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડીયાના નેતૃત્વમાં ગુજરાત અને મહારાષ્ટ્રના પદાધિકારીઓએ અલીપુરમાં શ્રી ગોડીજી
પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં "આઈજા અનુમોદનીય રત્ન" સમ્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. સવારે આઈજા તરફથી સ્નાત્ર પૂજાનું આયોજન કરવામાં આવેલ. જેમાં આઈજાના સદસ્યોએ ભગવાનની પૂજા કરી  અને ત્યારબાદ ભક્તિ સંગીત અને ગીતોના કાર્યક્રમથી આખો સમારોહ ભક્તિમય બની ગયો.
સ્થાપક અધ્યક્ષ હાર્દિકભાઇ હુંડીયા ઔર સુનીતા ભાભીજીના  નેતૃત્વમાં "આઈજા અનુમોદનીય રત્ન" સમ્માનની તે અનમોલ ઘડી અને તે ઉત્સાહ અનમોલ હતા. દાદાના મંદિરના પૂજારી, ભોજન શાળામાં વર્ષોથી કામ કરનારા બહેનો, અલીપુર તીર્થના ટ્રસ્ટી તથા અલીપુર તીર્થ માટે હંમેશા તત્પર રહેવા વાળા હિંદુ અને મુસ્લિમ ભાઇઓ અને બહેનોનું પણ આઈજા તરફથી તિલક,
પુષ્પગુચ્છ, માળા, શ્રીફળ, શાલ તથા આઈજા અનુમોદનીય રત્ન સમ્માનથી સમ્માન કરવામાં આવ્યું હતું. ભક્તિ સંગીતના કાર્યક્રમ પછી યોજાયેલ સત્કાર સમારોહમાં અલીપુર તીર્થના સરપંચ,
ઉપસરપંચ તથા મુસ્લિમ અગ્રણી હાજર રહ્યા હતા. આઈજાના સ્થાપક અધ્યક્ષ હાર્દિકભાઇ હુંડીયાએ પધારેલ મહાનુભાવોને સંબોધિત કરતા જણાવ્યું કે આ તીર્થ કોમી એકતાની મિસાલ છે. મુસ્લિમ પરિવારની વચ્ચે ગોડીજી પાર્શ્વનાથ દાદાના આ દેરાસરમાં કેટલાંય વર્ષોથી જૈન પરિવાર અહી આવીને ભગવાનની ભક્તિ કરે છે. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઇએ હાર્દિકભાઈ હુંડીયાને સંબોધિત કરતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં આવીને ઘણો જ આનંદ થયો છે. આપને ૧૯૯૨ની ઘટના વિશે જણાવું તો તે સમયે કૌમી લડાઈથી પુરા વાતાવરણમાં તંગદિલી હતી. દેરાસરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનાનું વર્ણન કરતા તેઓ ભાવુક થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તેઓએ વધુમાં જણાવ્યું કે તે સમયે અહી પૂજા ભક્તિ કરવા આવનાર તમામ જૈન પરિવારોને અમે આશ્વાસન આપ્યું કે તમે નિર્ભિક રહીને પૂજા ભક્તિ કરો. એટલું જ નહીં તેઓએ તેમની નૈતિક જવાબદારી લઈને તે સ્થળેથી પોલીસ બંદોબસ્ત પણ હટાવી દીધો હતો. તેમની આ વાત સાંભળીને હાજર રહેલ સૌની આંખોમાં પાણી આવી ગયા.
ખરેખર ધન્ય ધરતી માતા અને પરમ કૃપાળુ પાર્શ્વનાથ દાદાના અનમોલ આશીર્વાદથી અલીપુરની પાવન ધરતી ઉપર જે કોમી એકતા જોવા મળે છે તે જોઈને હૃદયમાં એક સુખદ અનુભવ થાય છે. પ્રારંભથી પૂર્ણતા સુધી ખુબ જ સુંદર આયોજન આઈજા દ્વારા કરવામાં આવ્યું.
આઈજાના રાષ્ટ્રીય મહામંત્રી મહાવીર શ્રીશ્રીમાલ અને તેમના પુરા પરિવારની ભૂરીભૂરી અનુમોદના જેઓએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે મહેનત કરી હતી.

Download Our B K News Today App



Related News