ધાનેરાના રૂણીથી દેઢા જતા માર્ગમાં બનતા કોઝવેમાં ભારે ભ્રષ્ટાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 10:48:32
  • Views : 298
  • Modified Date : 2021-03-07 10:48:32

ધાનેરા તાલુકાના રૂણી ગામથી દેઢા ગામ સુધી રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વચ્ચે નદી આવતા આ નદીમાં કોઝવે બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કોઝવેના કામમાં રેતી તેમજ માટી મીક્ષ કરીને પ્રોટકસન દિવાલો ભરવામાં આવી રહેલ હોવાની લોકો દ્વારા બુમરાડ ઉઠવા પામી છે તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોમાં આક્રોસ જાેવા મળી રહ્યો છે.
રૂણી ગામથી દેઢા ગામ તરફ જતા કાચા માર્ગને પાકો બનાવવા માટે અનેકવાર રજુઆતો કરતા સરકાર દ્વારા આ માર્ગ બનાવવા માટે નક્કી કરવામાં આવેલ અને તે રસ્તામાં નદી આવતી હોવાથી સરકાર દ્વારા નદી ઉપર કોઝવે બનાવવા માટે ૩ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવેલ અને તેની કામગીરી એકાદ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ કામમાં હલકી ગુણવત્તાવાળુ કામ થતંુ હોવા બાબતે માર્ગ અને મકાન વિભાગ ધાનેરાને અનેકવાર રજુઆતો કરવામાં આવવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી જેથી ગ્રામજનો દ્વારા મિડીયાને આ બાબતે જાણ કરતાં મિડીયાની ટીમ દ્વારા તપાસ કરતાં આ કામમાં વાપરવામાં આવતી બનાસની રેતીમાં ત્યાંની માટી મિક્ષ કરીને પ્રોટકસન દિવાલનંુ કામ કરવામાં આવી રહ્યુ હતંુ.  આ કામ હલકુ થતંુ હોવા બાબતે અધિકારીઓને જાણ કરતાં તેઓ દોડતા સાઇડ ઉપર આવ્યા હતા અને મિક્ષ કરેલ રેત તથા માટીને નદીના પટમાં પાથરી દેવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News