જુગારધામનો બીજાે વીડિયો વાયરલ થયો સિદ્વપુરમાં જુગારની છુટ, ખુલ્લેઆમ રમો , કોઈ નહિં રોકે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-02 12:11:31
  • Views : 344
  • Modified Date : 2020-11-02 12:11:31

પાલનપુર-અમદાવાદ હાઈવે પર આવેલા સિધ્ધપુરમાં છેલ્લા કેટલાક સમયથી જુગારની બદી એ હદી વકરી છે કે, ખુલ્લેઆમ રમાય છે. છતાં કોઈ પુછનાર નથી. અને જુગારની લતે પડેલા કેટલાક લોકોના ઘરની પરસેવાની કમાણી આ જુગારીઓના ખિસ્સામાં જઈ રહી છે છતાં પોલીસ બિન્દાસ આવા અડ્ડાઓ ચાલવા દે છે. જેનો બીજાે વીડિયો વાયરલ થયો છે. ત્યારે શું જુગાર કાયદેસર રમવાની અહિંયા છુટ અપાઈ છે કે કેમ ? તેવા પ્રશ્નો ઉઠ્યા છે.
પાટણ જિલ્લાનું પવિત્ર યાત્રાધામ અને માતૃશ્રાધ્ધ માટે જાણીતા એવા સિધ્ધપુરમાં જાહેર માર્ગો ઉપર ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાનો અગાઉ વીડિયો વાયરલ થયો હતો. જેથી જુગારીઓએ હવે જુગાર રમવાની જગ્યામાં બદલી નાંંખી છે તો તેનો બીજાે વીડિયો સામે આવ્યો છે. એનો મતલબ એવો થયો કે કાંતો સિધ્ધપુરમાં આ ગેરકાયદેસર કહેવાની પ્રવૃત્તિને છુટ અપાઈ છે ? જેથી તેની સામે કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી કરતી નથી. અથવા પોલીસના આ કમાઉ દીકરા જેવા હશે જેમને સાલિયાણું (ભરણું) પહોંચતું કરાતું હશે. અગાઉ જુગારનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ઝાંપલી પોળ, પાણીની ટાંકી પાસે, એસ.ટી.સ્ટેન્ડ, ટાવર પાસે ખુલ્લેઆમ જુગાર ખેલાતો હોવાનું બહાર આવ્યું હતું. જેનો અહેવાલ અગાઉ બી.કે.ન્યૂઝ દૈનિકમાં પ્રકાશિત થયો હતો. તો જુગારીઓ હવે આ જગ્યાઓના બદલે બીજી જગ્યાઓ ઉપર પસંદગી ઉતારી હતી. અને જુગારના રમાડતા તત્વોએ દુર્વેશની ગલી, અશોક સિનેમા પાસે, બસ સ્ટેન્ડ વિસ્તાર, વ્હોરવાડ પાસે અને નાઝ હોટલની પાછળનો વિસ્તાર જુગારના નવા કેન્દ્રો બન્યા છે. જેનો બીજાે વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. પરંતુ પોલીસ આવા તત્વો સામે કોઈ જ કાર્યવાહી ન કરવાના બદલે મૂકપ્રેક્ષક જેમ વર્તી રહી હોય તેવી છાપ ઉપસી રહી છે.

Download Our B K News Today App



Related News