કોચી વોટર મેટ્રો 2020ના માર્ચ સુધીમાં શરૂ થઇ જશે : cm કેરળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 13:37:30
  • Views : 490
  • Modified Date : 2019-09-04 13:54:35

કેરળના CM પિનારાઇ વિજયને મંગળવારે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મેટ્રોના મહારાજા કૉલેજ સ્ટોપ પર યોજાયેલા સમારોહમાં તેમણે કહ્યું કે 2020ના માર્ચ સુધીમાં કોચી વોટર મેટ્રો કાર્યરત થઇ જશે.

આ કાર્યને પહોંચી વળવા સંબંધિત બધા હિતધારકોએ પુરુષાર્થ કરવો પડશે એમ પણ તેમણે કહ્યું હતું. વોટર મેટ્રો આપણા દેશમાં શરૂ થઇ રહેલો પહેલો આ પ્રકારનો વાહન વ્યવહાર છે.

વિજયને કહ્યું કે અમે સમયબદ્ધ યોજના તૈયાર કરી છે અને એમાં સૌ પોતપોતાનો ફાળો આપશે તો આ યોજના સમયસર કામ કરતી થઇ જશે. આ યોજના સાથે સંકળાયેલા તમામ વર્ગના કર્મચારીઓએ પૂરેપૂરી શક્તિથી કામ કરવું પડશે એવી હાકલ પણ તેમણે કરી હતી.

આ જળ યોજના કોચીના ઉપનગરોમાં  દસ ટાપુઓને જોડશે. 76 કિલોમીટરના અંતરને આ મેટ્રો આવરી લેશે અને 15 માર્ગો પર અતિ ઝડપી છતાં ઇંઘણ ઓછું વાપરે એવી 78 બોટ કાર્યરત થશે.

Download Our B K News Today App



Related News