ગામમાં અજવાળું કરવા કોને- કોને અંધારામાં રાખ્યા વડાવળમાં સ્ટ્રીટલાઇટનું રૂ.ચાર લાખના કૌભાંડની આશંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-15 11:50:15
  • Views : 941
  • Modified Date : 2020-07-15 11:50:15

ડીસા તાલુકાના વડાવલ ગામમાં ત્રણ વર્ષ અગાઉ નાખવામાં આવેલી સ્ટ્રીટલાઇટમાં રૂપિયા ૪ લાખનું કૌભાંડ આચરાયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
જે અંગે ગામના જ વ્યક્તિ એક કથિત ભ્રષ્ટાચારની  તપાસ કરીને કસૂરવારો સામે પગલાં ભરવા માટે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. જેના પગલે વડાવળ ગામમાં હલચલ મચી ગઈ છે.
આ સમગ્ર કથિત કૌભાંડની વિગતો એવી છે કે, વડાવળ ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષ અગાઉ ૧૦૦ જેટલી એલઇડી લાઇટો નાખવા માટે ૧૪ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી  મંજૂરી મળી હતી. જેમાં અમદાવાદની એક કંપનીએ ૨૪ વોલ્ટની એક સ્ટ્રીટલાઈટનું  રૂપિયા ૪૬૦૦/-નું કોટેશન આપેલું અને તેનું બીલ રૂ. ૪,૬૦,૩૨૦/-આવેલું. જે વડાવળ ગ્રામ
પંચાયત એ  ૭ માર્ચ'૧૮ના રોજ વાઉચર નં. ૭થી
રૂ.  ૪,૫૦,૦૦૦/-નું  ચુકવણુ ચેક નંબર ૦૩૪૭૨૧ ચૂકવ્યું હતું.
ડીસા તાલુકા પંચાયતમાં વડાવળ ગામના અજમલજીએ ટીડીઓને લેખિતમાં એલઇડી લાઇટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની મંગળવારે રજૂઆત કરી છે. જેમાં આક્ષેપ કર્યો છે કે, અમે જે ભાવપત્રક કંપની
પાસેથી મંગાવ્યો તેમાં એલઇડીનો ભાવ રૂ.  ૫૭૦/- આવ્યો છે. અને ઓનલાઇન
પણ રૂપિયા ૬૦૦/-માં મળે છે. તો આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવાઇ ગઇ ? જેને લઈને અજમલજીએ આ અંગેની તપાસની માગણી કરી છે. જેમાં સરપંચએ ખોટા બિલો લાવ્યા હોવાનું જણાવીને મોટું કૌભાંડ આચાર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે. તેમજ સાત દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવા મંજૂરી આપવા માંગણી કરતા ડીસા તાલુકા સહિત વડાવળ ગામમાં પણ હલચલ મચી ગઈ છે.

Download Our B K News Today App



Related News