વર્ષ ૨૦૧૪માં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 10:36:32
  • Views : 354
  • Modified Date : 2020-12-14 10:36:32

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રીની ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૪ દરમિયાન તત્કાલીન ચેરમેન સામે દૂધસાગર ડેરીને નુકસાન કરાવવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમ દ્વારા તત્કાલીન ચેરમેન ને ધરપકડ કરીને ગાંધીનગર ખાતે આવેલી ઓફિસમાં લઈ જવાયા હતા.
મળતી માહિતી મુજબ મહેસાણામાં આવેલી સહકારી દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી)ના ચેરમેન તરીકે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી વિપુલ માનસિંગભાઈ ચૌધરી વર્ષ ૨૦૧૪માં કાર્યરત હતા. તે સમય દરમિયાન વર્ષ ૨૦૧૩માં મહારાષ્ટ્ર રાજ્યમાં વિનામૂલ્યે ૨૨.૫૦ કરોડનું સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. આ બાબતની ફરિયાદ ભગવાનભાઈ કેસર ભાઈ ચૌધરી દ્વારા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ખાતે કરવામાં આવી હતી. જેને લઇને શનિવારે મોડી સાંજે પોલીસ દ્વારા સેક્ટર ૨૬ પાસે આવેલા પંચશીલ ફાર્મ ખાતેથી તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News