અસારા કૌભાંડ પ્રકરણમાં વાવ દેના બેંકના અધિકારીઓ પણ શંકાના દાયરામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-27 11:48:16
  • Views : 660
  • Modified Date : 2019-05-27 11:48:16

વાવ તાલુકાના અસારાગામની ગ્રામપંચાયતમાં થયેલ રૂ ૭.લાખ ચેક નંબર ૦૦૦૦૭૪ પાકીટમાંથી ખોવાઈ ગયો હતો. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આટલી મોટી રકમની ચેક દ્વારા વાવની દેના બેંકમાંથી ઉપાડી લીધી છે. ત્યારે સમગ્ર મામલે વાવની દેના બેંકના જવાબદાર અધિકારીઓ સામે
પણ આકરા પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ વાવ તાલુકાના અસારાગામ  ગ્રામપંચાયતમાં રાજ્ય સરકાર દ્વારા ૧૪માં નાણા પંચની રૂ.૭ લાખની ગ્રાંટ ફાળવી હતી.ત્યારે આ ગ્રાંટ વાવની દેના બેંકના ખાતામાં જેવી જમા થઈ તેનો મેસેજ તલાટીને મળ્યો હતો.તો વળી તેણે બેજ દિવસમાં પૈસા ઉપાડી લીધા હતા.ત્યારે આ કૌભાંડ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ત્યારે સમગ્ર ઘટનાને વળાંક આપી તલાટીએ આટલી મોટી રકમ શંકરભાઈ એસ. નામની અજાણી વ્યક્તિ પાસેથી ઉપડાવી લીધા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર મામેલે તપાસ કરવાની માંગ ઉઠી છે.તો વળી હાલમાં તો તલાટીને સસ્પેન્ડ કરીને સુઈગામ સેવા સદનમાં મુક્યો છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કૌભાંડ મામલે સત્ય બહાર લાવી તપાસ કરવાની માંગ ઉઠી છે.
રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામડાઓના વિકાસ માટે લાખ્ખો રૂપિયાની ગ્રાંટો ફાળવવામાં આવે છે.તો વળી "વાડ થઈને ચિભડા ગળે " તેવો ઘાટ ઘડાયો છે.ત્યારે આવા તલાટીઓ સામે અને બેંકના અધિકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી વખત આવી ઘટના બને નહિ.

Download Our B K News Today App



Related News