અંબાજી આર. એન્ડ બી. વિભાગમાં ટેન્ડરનું કૌભાંડ સામે આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 11:38:02
  • Views : 441
  • Modified Date : 2019-06-18 11:38:02

અંબાજી શક્તિપીઠ ગુજરાત અને રાજસ્થાન સીમા પર અરાવલી પહાડોમાં સરસ્વતી નદી કિનારે વસેલું છે. આ ધામમાં ગુજરાત અને વિશ્વભરમાંથી માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આ ધામમાં તમામ વિભાગોની ઓફિસો આવેલી છે. અંબાજી ધામ ગુજરાતના સૌથી પછાત તાલુકા દાંતામાં
પહાડો પર વસેલું ધામ છે. આ ધામના  તાલુકામા જે કૌભાંડો થયા છે તેવા કૌભાંડો ગુજરાતના કોઈ વિસ્તારમાં થયા નથી. આવોજ એક મહાગોટાળો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મહા કૌભાંડ ઘણાં સમયથી અધિકારીઓની મિલીભગતથી વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે, અંબાજી જુનાનાકા  વિસ્તારમાં આવેલી આર. એન્ડ બી. ઓફિસ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા વાર્ષિક ટેન્ડરોમા મહાગોટાળા થયા છે. જેની કમિટિ બનાવી તપાસ કરવામાં આવે તો મોટા મોટા અધિકારીઓ જેલના સળીયા 
પાછળ જાય. ખાનગી રાખવામાં આવતી આ ભ્રષ્ટ્ર ટેન્ડર પ્રક્રિયાની આખા અંબાજી અને દાંતા ગામમા જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આવા કામોના એક જ દિવસમા ટેન્ડર ફી લઇ સાંજે ટેન્ડર પ્રક્રિયા કલોઝ કરી બીજા કોઈ કોન્ટ્રાક્ટરોને કોપી લેવા દીધેલ નથી અને અંબાજી બહારના પોતાના મળતિયા કોન્ટ્રાકરોને અંબાજી બોલાવી માત્ર ૬ થી ૭ કલાકમાં તમામ કામો આપવામા આવ્યા છે. 
 અંબાજીમાં આવેલી આર. એન્ડ બી. ઓફિસ દ્વારા ટેન્ડર ક્લાર્ક, એસઓ અને ડેપ્યુટી ઈજનેર સાથે મળી અમદાવાદ, મહેસાણા અને દાંતા જેવા ગામોના અંગત મળેલા કોન્ટ્રાક્ટરોને ખાનગીમાં ફોન કરીને માત્ર એકજ દિવસે બુધવારે ટેન્ડર કોપીની ફી લઈને માત્ર મળતિયા ૫ થી ૬
કોન્ટ્રાકટરો જ આવેલા કામોના ટેન્ડર કોપી આપી બે - બે કામો સરખા ભાગે વહેંચી લઇ આવા કૌભાંડો કરી રહ્યા છે આ કારણે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના સબ કા સાથ સબ કા વિકાસના સુત્રને ખરાબ કરી રહ્યા છે. ગુજરાતનું મહેસૂલ ખાતુ આ બાબતે  કાયદેસર અંબાજી આર. એન્ડ બી. ઓફિસની મુલાકાત લઇ તપાસ કરે તો મોટા મોટા અધિકારીઓ જેલમાં જાય અને બીજા સાથ આપનારા કર્મચારીઓ પણ નોકરીમાંથી સસ્પેન્ડ થાય. અંબાજીના જાગૃત નાગરીકોની માંગ છે કે આ બાબતે તપાસ કરી ઘણાં સમયથી ચાલી આવતી આ બારોબાર ટેન્ડર સેટિંગ પ્રથા બંધ થાય. અંબાજી માર્ગ અને મકાન વિભાગ તરફથી દર વર્ષે વાર્ષિક કામોના ઇજારાના ૨૦૧૯ -૨૦ ના કામોના ૧૪ થી ૧૫ ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે અને આવા તમામ કામોની ગુણવતા સામે આવા ભ્રષ્ટ્ર કોન્ટ્રાક્ટરો મોટાપાયે  કૌભાંડો આચરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News