ખાતામાં પૈસા રાખતા પહેલા જાણી લો RBIનો નવો બેંક લોકર નિયમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-10 17:03:11
  • Views : 91
  • Modified Date : 2023-12-10 17:03:11

આજના ડીજીટલ યુગમાં લોકોને રોકડ સાથે રાખવાની આદત ઓછી હોય છે. તેઓ ઓનલાઈન પેમેન્ટ કરવાનું વધુ પસંદ કરે છે. આ તમામ સુવિધાઓ પૂરી કરવામાં બેંક મોટી ભૂમિકા ભજવે છે. જોકે આ કઈ બેંક છે? તે જે-તે વ્યક્તિ પર આધાર રાખે છે, પરંતુ તે બેંકમાં લાગુ થતા નિયમો RBI દ્વારા નક્કી કરવામાં આવે છે.આવો જ એક નિયમ RBI દ્વારા થોડા દિવસો પહેલા બેંક લોકર સિસ્ટમ સાથે જોડાયેલો છે. નિયમ પહેલાથી જ હતો, બસ તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. જો તમે બેંક લોકરનો ઉપયોગ કરો છો તો તમારે આ નવા નિયમ વિશે જાણવું જોઈએ.RBIના નવા બેંક લોકર નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર, જો કોઈ વ્યક્તિ બેંક લોકરમાં પોતાનો સામાન રાખે છે અને તેને નુકસાન થાય છે, તો નુકસાનની ચૂકવણી કરવાની જવાબદારી બેંકની રહેશે.બેંક ગ્રાહકને લોકરનું વાર્ષિક ભાડું 100 ગણું ચૂકવવા માટે બંધાયેલું રહેશે. તે જ સમયે, જો બેંકમાં આગ, લૂંટ અથવા અન્ય કોઈ પ્રકારની આફત આવે છે, તો બેંક પોતે જ ગ્રાહકને તેના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરશે.જો તમે બેંકમાં લોકર લેવા માંગો છો, તો તમારે પહેલા તમરે જે તે બેંકમાં જવું પડશે જ્યાં તમે તમારું લોકર ખોલવા માંગો છો. આ તમારી નજીકની કોઈપણ શાખા હોઈ શકે છે. ત્યારબાદ આ અરજી ત્યાં આપવાની રહેશે. લોકર તમને પહેલા આવો પહેલા સેવાના ધોરણે ફાળવવામાં આવે છે. જો અરજી કર્યા પછી, તમારું નામ બેંકની વેઇટિંગ લિસ્ટમાં આવે છે, તો તમને લોકર આપવામાં આવે છે. આ માટે તમારી પાસેથી વાર્ષિક ધોરણે અમુક ભાડું લેવામાં આવે છે.

Download Our B K News Today App



Related News