મોડી રાત્રે નવાપુરામાં ઝઘડો કરતા બે ભાઈઓને સમજાવવા આવેલા યુવાન પર ચાકુથી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 17:32:41
  • Views : 35
  • Modified Date : 2025-03-11 17:32:41

વડોદરાના નવાપુરામાં બકરાવાડી ઝવેરીવાસની ગલીમાં રહેતા ભાવિક સતિષભાઈ પરમારએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે રાત્રે દોઢ વાગ્યે હું મારા ઘરે ટીવી જોતો હતો અને મારા પરિવારના સભ્યો પણ ઘરે હતા. અમારા ઘરની સામે રહેતા મધુબેન પરમાર અમારા ઘરે આવ્યા હતા અને મને કહ્યું હતું કે મારા બંને છોકરાઓ ગૌરાંગ અને નયન ઝઘડો કરે છે તું સમજાવવા આવ.. જેથી હું બંને ભાઈઓને સમજાવવા ગયો હતો.

ગૌરાંગ અને નયન બંને અંદરો અંદર ઝઘડો કરતા હતા હું તેઓને સમજાવવા જતા બંને મારા પર ઉસ્કેરાઈને મને ગાળો બોલી કહેવા લાગ્યા હતા કે તું કે અમારા ઝઘડામાં વચ્ચે પડે છે. સુનિલે મારા બંને હાથ પકડી લીધા હતા અને ગૌરાંગે બાજુમાં પડેલી રિક્ષામાંથી ચપ્પુ કાઢી મારા પેટના ડાબી બાજુએ ઘા મારી દીધો હતો. મે બૂમાબૂબ કરતાં ગૌરાંગ અને નયન ભાગી ગયા હતા. ત્યારબાદ મારો મિત્ર મને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.

Download Our B K News Today App



Related News