બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી માવઠાએ ખેડૂતોની આંખમાં લાવ્યા આશુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 17:18:00
  • Views : 507
  • Modified Date : 2020-06-01 17:18:00

બનાસકાંઠા જિલ્લાના લોકો વારંવાર કુદરતી પ્રકોપનો ભોગ બની ગયા છે જેમાં ગઈકાલે રાત્રે પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા જોરદાર સુસવાટા સાથે પવન ફૂંકાયો અને ત્યારબાદ કમોસમી માવઠું થયું હતું જેને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા તો ખેડૂતો ને પણ તૈયાર કરેલા બાજરીનો પાક પણ નષ્ટ થઈ ગયો છે તો વળી અમીરગઢ ના આંબાપાની ગામે એક ખેતર માં વિજળી પડતા પણ એક ભેંસનું મોત થતાં પશુપાલક ને નુકસાન થયું છે. ભેંસ નું મોત થતા પશુપાલક આદિવાસી પરિવાર ની હાલત કફોડી બની ગઈ છે.એક તરફ કોરોના ન કારણે મજૂરી કામ બન્ધ છે ત્યારે માંડ પશુપાલન પર નભતા આદિવાસી પરિવાર ભેંસ નું મોત થતા મોટું નુકસાન થયું છે. અગાઉ પણ આ વિસ્તાર માં મહિના અગાઉ લોકડાઉન ના સમયમાં કમોસમી માવઠું થયું હતું ત્યારે પણ અહીંના ખેડૂતો ને ભારે નુકસાન થયું હતું આમ વારંવાર નુકશાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

Download Our B K News Today App



Related News