થરાદમાં આસ્થા હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 12:02:30
  • Views : 3321
  • Modified Date : 2019-11-28 12:02:30

આયુષ્યમાન કાર્ડથી મફત સારવાર માટે સરકારે સરસ  ઉમદા સેવા અને યોજના બનાવી છે. જેમાં થરાદ ખાતે આવેલી આસ્થા હોસ્પિટલને આયુષ્યમાન માટે સરકારે
આસ્થાની બીઆઈએસ આઈડી આપી છે. પરંતુ આઈડીના આધારે હોસ્પિટલના આયુષ્યમિત્ર તરીકે રાખેલા નરેન્દ્રભાઈ નાગજીભાઈ ચૌધરીએ ૬૦ કાર્ડાે ડમી કાઢી ગ્રાહકોને આપી દીધા. તેમજ આયુષ્યમાન ડમી કાર્ડની સરકારને માહિતી મળતાં થરાદ હેલ્થ ઓફિસર જેપાલે આસ્થા હોસ્પિટલની આઈ.ડી જાતા ૬૦ ડમી  કાર્ડ નીકળી આવ્યા હતા અને આસ્થા હોસ્પિટલનો ડોક્ટર હિરજીભાઈ પટેલે બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસે  હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરને શંકાના દાયરામાં રાખી તપાસ હાથ ધરી હતી. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ જેટલી હોસ્પિટલોમાં બનાસકાંઠાની તપાસ કરવામાં આવશે. તેમજ રાજકોટ બાદ બનાસકાંઠાના થરાદની આસ્થા હોસ્પિટલમાં બોગસ આયુષ્માન કાર્ડ મળી આવ્યા હતા. તેમજ હોસ્પિટલને ડોક્ટર હિરજીભાઈ પટેલને થરાદ તાલુકા હેલ્થ ઓફિસરને આ બાબતે જાણ થતા આસ્થા હોસ્પિટલનું ધ્યાન  દાર્યુ હતુ.


Download Our B K News Today App



Related News